ઘરશાળાને 20 રને પરાસ્ત કરી BM કોમર્સ ફાઇનલમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસિએશન અને સર ભાવસિંહજી ક્રિકેટ કલબ દ્વારા આયોજિત આરડી ઝાલા અંડર 16 આંતર શાળાકીય ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં બીએમ કોમર્સ હાઇસ્કૂલને સાત વિકેટે પરાસ્ત કરી જ્ઞાનમંજરી હાઇસ્કૂલે ચેમ્પિયન પ્રાપ્ત કરી હતી.

બી.અેમ.કોમર્સ હાઇસ્કૂલની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 39.3 ઓવરમાં 173 રને ઓલઆઉટ થયા હતા. જેમા કેવલ ઝાપડીયાના 50 રન, જય ધાપાના 47 રન, સોએબ શેખના 28 રન મુખ્ય હતા. તુષારરાજ રાઅોલે અને રુદ્ર ડોબરીયાઅે 3-3 વિકેટો પ્રાપ્ત કરી હતી.જ્ઞાનમંજરી હાઇસ્કૂલની ટીમે 25 અોવરમા 3 વિકેટે 176 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેહુલ ચોહલાઅે અણનમ 123 રન ફટકાર્યા હતા.

ફાઇનલના મેન ઓફ ધી મેચ તરીકે મેહુલ ચોહલા, બેસ્ટ બોલર તરીકે રૂદ્ર ડોબરીયા, બેસ્ટ બેટસમેન મેહુલ ચોહલા અને મેન ઓફ ધ સિરીઝ નો એવોર્ડ જય ધાપાને આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...