Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - સિહોર પોલીસ મથકમાં જ દલિત યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ

સિહોર પોલીસ મથકમાં જ દલિત યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:41 AM

છેલ્લું પગલું| સિહોરમાં બુટલેગરે ધમકી આપ્યા બાદ યુવાને જાત જલાવી પોલીસ મથકમાં કેરોસીન છાંટી િદવાસળી...

 • Bhavnagar - સિહોર પોલીસ મથકમાં જ દલિત યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ
  સિહોર શહેરના એકતા સોસાયટીમાં રહેતા એક દલીત યુવકને િસહોરના મોટા બુટલેગર અને ધાકધમકી આપી લુખ્ખાગીરી કરતા શખ્સએ પોલીસના બાતમીદાર તરીકેની શંકાથી પ્રેરાઈ ધમકી આપતા તેના ડરથી અને પોતાની વાત કોઈ સાંભળતું નહીં હોવાના અસંતોષથી આજે સાંજે સિહોર પોલીસ મથકમાંજ થેલીમાં કેરોસીન લાવી શરીર પર છાંટી જાતે કાંડી ચાંપી આત્મવિલોપન કરવા પ્રયાસ કરતા તેને ગંભીર હાલતે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયારે તેને ધમકી આપનાર શખ્સ સામે પોલીસ ફરીયાદની તજવીજ જ હાથ ધરાઈ હતી. આ બનાવ આજે બનતા દલીત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. જ્યારે હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારીઓએ દોડી જઈ માહિતી મેળવી હતી.

  સિહોર શહેરના એકતા સોસાયટીમાં રહેતા અને સિહોરની હોસ્પિટલમાં નર્સીંગ વિભાગમાં અગાઉ કામ કરતા દલિત ગીરીશભાઈ જીવરાજભાઈ બારૈયા (ઉં.વ.40) આજે સાંજે 5.30 કલાકની આસપાસ એક થેલીમાં કોઈ પદાર્થ લઈ પોલીસ મથકની સીડી પાસે એકાએક થેલીમાંથી કેરોસીન બહાર કાઢી જાતે શરીર

  ...અનુસંધાન પાના નં.13

  પર છાંટી દિવાસળી ચાંપી દેતા તે ભડભડ સળગવા લાગેલ. ફરજ પરના પોલીસ કર્મીઓએ દોડી જઈ આગને બુજાવી નાખી તેમને ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

  આ યુવકને સિહોર પંથકનો વિદેશી દારૂનો મોટો બુટલેગર અને ધાકધમક આપી લુખ્ખાગીરી કરતો શખ્સ જયેશ ભાણજીએ પોલીસનો બાતમીદાર હોવાનું જણાવી ધાકધમકી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસે જણાાવ્યું હતું. સિહોરમાં તાજેતરમાં બે દિવસ પૂર્વે એકતા સોસાયટીમાંથી ભુગર્ભમાં બનાવેલ ટાંકામાંથી મળી આવેલ િવદેશીદારૂના મોટા જથ્થા અંગે તથા અગાઉ પણ આ િવસ્તારમાંથી મળી આવેલ મસમોટા જથ્થામાંની બાતમી ભોગ બનેલ યુવકે આપી હોવાની શંકાના કારણે આ બુટલેગરે તેમને ધમકી આપી હોવાનું તથા પોતાની વાત કોઈ સાંભળતું નહીં ોહવાથી તેણે આ પગલુ ભર્યું હોવાનુંભોગગ્રસ્ત યુવકે સિહોર પોલીસને જણાવ્યું હતું.

  બનાવની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસ અધિક્ષક પી.એમ.માલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભાવનગર સર ટી. હોસ્પિટલ દોડી ગયા હતા અને વિગતો પ્રાપ્ત કરી હતી જ્યારે આ બનાવથી દલિત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી અને મોટા પ્રમાણમાં લોકોહોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

  યુવક સિહોર હોસ્પિ.માં ફરજ બજાવતો હતો

  સિહોર પોલીસ મથકમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવક ગીરીશભાઈ બારૈયા (ઉં.વ.40) સિહોરની હોસ્પિટલમાં ઘણા સમયથી નર્સીંગ િવભાગમાં કામ કરતા હતા જ્યારે હાલમાં તે ઘરે જ હતા તેના પિતા સિહોર BSNLમાં કામદાર તરીકે જોડાયેલા છે તથા નાનાભાઈ અને માતા-પિતા સાથે એકતા સોસાયટીમાં રહે છે. જ્યારે પોતે અવિવાહીત છે.

  બુટલેગર સામે તત્કાલ કાર્યવાહી કરાશે

  આત્મવિલોપનનો પ્રયાસ કરનાર યુવકને ધાકધમકી આપતા બુટલેગર શખ્સો સામે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે. પી.એલ. માલ, પોલીસ અધિક્ષક, ભાવનગર

  બુટલેગરોની ધાકથી વિસ્તારમાં લોકો ત્રાહિમામ

  સિહોર બ્યુરો ¿ યુવકને ધમકી આપનાર જયેશ ભાણજી િસહોરમાં િવદેશી દારૂનો મોટો ધંધાર્થી છે તથા દારૂ ઉપરાંત ધાકધમકી આપવા સહિતના ગુન્હામાં તેની સામે સિહોર પોલીસમાં ફરિયાદો નોંધાયેલ છે. આ િવસ્તારમાં બે દિવસ પૂર્વ લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો જ્યારે અગાઉ પણ સહીથી મોસમોટો દારૂનો જથ્થો ઝડપાયો હતો. બુટલેગરો અને અસમાજિક તત્વોની આવી હરકતોથી આ િવસ્તારના રહિશો ત્રાહીમામ થઈ ગયા હોવા છતાં તેઓની ધાકને કારણે કશું કઈ બોલી નહીં શકતા હોવાનું રહીશો દ્વારા જાણવા મળે છે. પોલીસ કડક પગલા ભરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ