ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના બે પોઝીટીવ કેસ નોંધાયા

ટેરર અગેઈન| અગાઉ કેસ નેગેટીવ નીકળ્યા બાદ બર્ડ ફ્લૂનો ફૂંફાડો ભાવનગરના આધેડ અને બોટાદ સ્થિત સુરતની મહિલા...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:41 AM
Bhavnagar - ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના બે પોઝીટીવ કેસ નોંધાયા
હેલ્થ રિપોર્ટર ┐¿ ભાવનગર | 11 સપ્ટેમ્બર

પસાર થઇ રહેલું ચોમાસું ધીરે ધીરે શિયાળા તરફ જઇ રહ્યું છે ત્યારે જ ભાવનગર જીલ્લામાં સ્વાઇન ફ્લૂએ અચાનક બિહામણી દેખા દીધી છે. શહેરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના બે કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં રહેતા એક પુરૂષ અને બોટાદ સ્થિત સુરતની એક મહિલા સમેત બે કેસ અત્યારે સારવાર હેઠળ છે.

મેડીકલ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર શહેરના નારી ચોકડી વિસ્તારમાં સવગુણનગરમાં રહેતા એક 61 વર્ષિય આધેડને તા.7ના રોજ બજરંગદાસ બાપા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ જ રીતે મૂળ સુરતના અને હાલ બોટાદ રહેતી એક 34 વર્ષિય યુવાન મહિલાને સ્વાઇન ફ્લૂ પ્રકારના લક્ષણોને લઇને દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલ સુત્રોએ કહ્યું કે બન્ને કેસમાં તેમના સ્વોબના નમૂના લઇ સર ટી હોસ્પિટલને મોકલી આપવામાં આવતાં બન્ને કેસમાં એચ1એન1 પોઝીટીવ રિપોર્ટર આવતાં બન્ને સઘન સારવાર અત્યારે હોસ્પિટલમાં ચાલુ છે. જેમાં પુરષ દર્દીની સ્થિતિ અત્યારે સાધારણ હોવાનું તેમ જ મહિલા દર્દીને અત્યારે વેન્ટીલેટર રાખવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ડો. દર્શન શુક્લએ કહ્યું કે બન્ને કેસો હાલની સીઝનના ભાવનગર જીલ્લાના પ્રથમ કેસ છે અને તેમને ઉપલબ્ધ આધુનિક સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સ્વાઇન ફ્લૂના તમામ લક્ષણોમાં નાકમાં જો પાણી નીકળતું હોય તો તે આ રોગનું લક્ષણ નથી.

હવે સ્વાઇન ફ્લૂ સામે સાવધાન રહેવાના દિવસો

હવે ઠંડી શરૂ થશે એટલે રોગવાળો વકરશે. પહેલા 100 ઉપરનો તાવ, સૂકી ઉધરસ હોય અથવા ગળામાં બળતું હોય તો તાત્કાલિક ડોકટરને બતાવવું જરૂરી છે. આ દિવસોમાં વધુ પડતા અજાણ્યા લોકોના સંપર્કમાં ન આવવું, વારંવાર હાથ ધોવા વગેરે કાળજી રાખવી જરૂરી છે. ડો.દર્શન શુકલ, એમડી, ઇન્ટેન્સીટીવીસ્ટ, બજરંગદાસ હોસ્પિટલ, ભાવનગર

X
Bhavnagar - ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના બે પોઝીટીવ કેસ નોંધાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App