અધ્યાપકોના અભ્યાસ, મેટરનિટીની રજાઓની ગણતરી APIમાં થશે નહીં

હવેથી વધારે પડતી રજાઓથી અધ્યાપકોનો એકેડેમિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ બગડતો અટકશે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:41 AM
Bhavnagar - અધ્યાપકોના અભ્યાસ, મેટરનિટીની રજાઓની ગણતરી APIમાં થશે નહીં
અધ્યાપકો દ્વારા લેવામાં આવતી તમામ રજાઓની નોંધ એપીઆઇ થતી હતી. પરંતુ તાજેતરમાં યુજીસી દ્વારા અધ્યાપકોની કેટલીક વિશેષ રજા�ઓને એપીઆઇમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો હતો જેથી અધ્યા પકાને રાહત થશે. આ ઉપરાંત વધારે પડતી રજા�ઓના કારણે અધ્યાપકોને એકેડેમિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ બગડતો અટકશે. અધ્યાપકના પ્રમોશનનો નિર્ણય એકેડેમિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ(એપીઆઇ)ના આધારે કરવામાં આવે છે. નિર્ધારિત કરાયેલા એપીઆઇ થાય તો તેના આધારે જ પ્રમોશન મળવા માટેનો હકો મળતા હોય છે. પ્રોફેસરોએ નિયુક્તિ બાદ કેટલીક રજા�ઓ લીધી હોય તો તેની નોંધ પણ એપીઆઇમાં કરતી હોય છે. અત્યાર સુધી કોઈ પણ અધ્યાપકે બીમારીની રજા લીધી હોય તો તેની નોંધ પણ એપીઆઇમાં કરાતી હતી. આ ઉપરાંત અન્ય કોઇ જગ્યાએ ડેપ્યુટેશન પર મોકલવામાં આવે તો તેની નોંધ પણ કરાતી હતી. અધ્યાપક વિશેષ અભ્યાસ માટે રજા�ઓ લેતા હોય તો તે રજા�ઓની ગણતરી પણ કરાતી હતી. ખાસ કરીને મહિલા અધ્યાપક દ્વારા લેવામાં આવતી મેટર નિટીલીવને કારણે રજા�ઓની ગણતરીમાં સામેલ કરી દેવાતી હતી.

ગુજરાત સહિત દેશભરમાંથી અધ્યાપકોએ કરેલી રજૂઆતોના પગલે એપીઆઇના નિયમોમાં ફેરફાર કરાયા છે જેમાં મેટરનિટી લીવ, ચાઇલ્ડ કેર, ઉચ્ચ અભ્યાસ માટે લેવાયેલી રજાઓ અથવા તો પ્રતિ નિયુક્તિ માટે લેવી પડતી રજા�ઓની ગણતરી એપીઆઇમાં કરાશે નહીં. યુજીસીની સ્પષ્ટતા બાદ આવી કોઇ રજા�ઓનો ઉલ્લેખ એપીઆઇમાં કરવામાં આવશે નહિ.

ઉચ્ચ અભ્યાસની રજા

એપીઆઇમાં ગણાશે નહિ

અધ્યાપકો દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે લેવામાં આવતી રજા�ઓ તથા પ્રતિ નિયુક્તિ માટે લેવી પડતી રજા�ઓની ગણતરી�ઓ હવેથી એપીઆઇમાં કરવામાં આવશે નહીં. અત્યાર સુધી અધ્યાપકો અભ્યાસ માટે રજા�ઓ લેતા હોય તેની નોંધ એપીઆઇમાં થતી હોવાથી ખરાબ પ્રદર્શન માની લેવામાં આવતું હતું.

X
Bhavnagar - અધ્યાપકોના અભ્યાસ, મેટરનિટીની રજાઓની ગણતરી APIમાં થશે નહીં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App