પત્ની પિયર ચાલી જતા યુવાને ઝેર પી કર્યો આપઘાત

Bhavnagar - પત્ની પિયર ચાલી જતા યુવાને ઝેર પી કર્યો આપઘાત

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:41 AM IST
ભાવનગર ¿ શહેરના રબ્બર ફેકટરી પાસેના સુદર્શન ફલેટ નંબર બી / 401 માં રહેતા જયકુમાર જગદિશભાઇ ગાંધી (ઉ.વ.35) ના પ્રથમ પત્નિનું ત્રણ મહીના પહેલા અવસાન થવા પામેલ. જેથી જયકુમારે નાસીકના ગાયત્રીબેન સાથે દોઢ મહિલા પહેલા બીજા લગ્ન કર્યા હતા. દરમિયાન ગાયત્રીબેનના સબંધી તરીકેની �ઓળખ આપી ગત તા.3/9 ના રોજ બે પુરૂષો અને બે

...અનુસંધાન પાના નં.09

મહિલા�ઓ જયકુમારના ઘરે આવેલ.અને ગાયત્રીબેનને સાત-આઠમના તહેવાર નીમિતે નાસીક લઇ જવા કહયુ હતુ. જે અંગે જયકુમાર અને તેમના માતાએ ગાયત્રીબેનને હમણા નાસીક મોકલવાની ના પાડવા છતાં આવેલ બે પુરૂષો અને બે મહિલા�ઓએ જબરજસ્તીથી તેણીને નાસીક લઇ ચાલી જતા અને તેથી જયકુમારને લાગી આવતા તેમણે પોતાના ઘરે ઝેરી દવા પી લઇ આપઘાત વહોરી લીધો હતો. આ બનાવ અંગે બી.ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

X
Bhavnagar - પત્ની પિયર ચાલી જતા યુવાને ઝેર પી કર્યો આપઘાત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી