Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - ધો.3-4 માં અંગ્રેજી અને ધો.4માં હિન્દીનું શિક્ષણ કાર્ય બીજા સત્રમાં કરાવવા તાકીદ

ધો.3-4 માં અંગ્રેજી અને ધો.4માં હિન્દીનું શિક્ષણ કાર્ય બીજા સત્રમાં કરાવવા તાકીદ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:41 AM

Á કેટલીય શાળાઓમાં અંગ્રેજી અને હિન્દીનું શિક્ષણ ન અપાતું હોવાનું પ્રથમ સત્રમાં ખુલ્યું

  • Bhavnagar - ધો.3-4 માં અંગ્રેજી અને ધો.4માં હિન્દીનું શિક્ષણ કાર્ય બીજા સત્રમાં કરાવવા તાકીદ
    એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 16 સપ્ટેમ્બર

    રાજ્ય સરકાર દ્વારા આદેશ થયા મુજબ ધોરણ 3 અને ધોરણ-4માં નવા સત્રથી અંગ્રેજી વિષય અને ધોરણ 4 હિન્દી વિષય શિક્ષણ કાર્ય કર આવવાનું થાય છે અને આ માટે માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી છે પરંતુ ક્ષેત્રીય મુલાકાત દરમિયાન કેટલીક શાળા�ઓમાં આ રીતે શિક્ષણ કાર્ય થતું ન હોય તેવું ખુલવા પામ્યું છે. આથી દ્વિતીય સત્ર માં ધોરણ 3 અને 4 માં અંગ્રેજી અને ધો.4માં હિન્દીનું શિક્ષણ કાર્ય કરાવવા જી. સી. ઇ. આર. ટી. ના નિયામકે તાકીદ કરી છે. આ બાબતે કેળવણી નિરીક્ષકો તેમ જ સીઆરસી બીઆરસી કો �ઓર્ડીનેટરોને મોનિટરિંગ કરવા જણાવાયું છે.

    ધોરણ 3 અને 4 અંગ્રેજી માટે શિક્ષક આવૃત્તિ તેમજ ધોરણ 4 ની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે અને પ્રથમ સત્ર શરૂ થાય તે અગાઉ દરેક શાળાને આપવામાં આવી હતી તેમજ જી. સી. ઇ.આર.ટી. ની વેબસાઈટ http://gcert.gov.in પર ધોરણ-૩ અંગ્રેજી માટે ઉપયોગી વિડી�ઓ પણ ઉપલબ્ધ છે. ધો.4 હિન્દી અને અંગ્રેજીના પાઠ્યપુસ્તકો પણ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને તેની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. જીસીઇઆરટીના નિયામક એ સ્પષ્ટ જણાવ્યું છે કે કેટલીક શાળા�ઓમાં આ રીતે શિક્ષણ કાર્ય પ્રથમ સત્રમાં થયું નથી તેમજ ગત વર્ષે પણ દ્વિતીય સત્ર માં ધો.3 માં અંગ્રેજી અને ધો.4માં હિન્દીનું શિક્ષણ કાર્ય કરાવાયું નથી. આથી આ શાળા�ઓને હવે રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ આ અભ્યાસક્રમ મુજબ શિક્ષણકાર્ય કરાવવું ફરજિયાત હોય તમામ જિલ્લા�ઓમાં ધો.ત્રણના દ્વિતીય સત્રથી અંગ્રેજી અને ધો. 4 દ્વીતીય સત્ર હિન્દીનું શિક્ષણ કાર્ય થાય તે સુનિશ્ચિત કરવા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તમામ શાસનાધિકારી�ઓને તાકીદ કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ