ગણેશોત્સવમાં શ્રદ્ધા, ભક્તિ અને શણગારનો ત્રિવેણી સંગમ

Á ભાવનગર શહેર-જિલ્લામાં ઘરે સ્થાપનમાં માટીની મૂર્તિનું ચલણ વધ્યું

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:41 AM
Bhavnagar - ગણેશોત્સવમાં શ્રદ્ધા, ભક્તિ અને શણગારનો ત્રિવેણી સંગમ
મયુર ડી. બારડ (50 વારીયા, બાલા હનુમાન)

મોક્ષીત મકવાણા

ભાવનગર | 16 સપ્ટેમ્બર

શ્રદ્ધા, ભક્તિ અને શણગારના ત્રિવેણી સંગમ સમાન દુંદાળા દેવની આરાધનાના વિશિષ્ઠ પર્વ ગણેશ મહોત્સવ અખૂટ શ્રદ્ધાભેર ઉજવાઇ રહ્યો છે. ચોતરફ ધર્મોલ્લાસ સાથે શહેરભરમાં ઉજવણી જામી છે. આ વર્ષે ભાસ્કર ગ્રુપ દ્વારા માટીના ગણેશની ઝૂંબેશ બાદ ખાસ કરીને ભાવનગરના શહેરી વિસ્તારોમાં ઘરે ઘરે કે સોસાયટી�ઓમાં જ્યાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે ત્યાં આ વર્ષે માટીના ગણેશનું મહત્વ વધ્યું છે.

ભાવનગર શહેરમાં ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, રૂપાણી, પાનવાડી, સરિતા સોસાયટી, સુભાષનગર, હલુરિયા, ચિત્રા, ભરતનગર, કણબીવાડ, ગાયત્રીનગર સહિત વિવિધ વિસ્તારોમાં ગણેશ ઉત્સવની ભારે શ્રદ્ભાભેર ઉજવણી થઇ રહી છે.

ભાવનગર શહેરમાં સવાર અને બપોરના સમયે વિવિધ સામાજિક અને સેવાકીય આયોજનો ગણેશઉત્સવની ઉજવણીના સ્થળે થઇ રહયાં છે.

તો રાત્રિના સુમારે ભજન મંડળી�ઓ, સંગીતકારોના ગૃપ દ્વારા તબલા, હારમોનીયમ અને કરતાલ તેમજ સંગીતના સાધનોના સંગાથે પ્રાચીન અને અર્વાચીન ભજન, ભક્તિગીતોની રસલ્હાણીથી ગણપતિના ઉત્સવનો રંગ અનેરો બની જાય છે.

આ વર્ષે શહેર અને જિલ્લામાં ઈકો ફ્રેન્ડલી, માટીના ગણેશની મૂર્તિનું ચલણ ‌વધ્યું છે.

ફ્રેન્ડ્સ ગ્રુપ (પાર્થ સોસાયટી, ગાયત્રીનગર પાછળ)

દર્શનાબા ગોહિલ (મોહનનગર)

મીતેશ ભટ્ટી (રેલવે સ્ટેડીયમ કોલોની)

શિવદીપસિંહ ગોહિલ (સુખસાગર સોસા.)

સાર્થક દવે - રોશની દવે (ચિત્રા ફેક્ટરી)

પ્લોટ નં.428, િવજયરાજનગર શેરી નં.3

મીત ઉમરાળીયા (િસહોર)

નૈત્રી શાહ (શિવસાગર ફ્લેટ)

X
Bhavnagar - ગણેશોત્સવમાં શ્રદ્ધા, ભક્તિ અને શણગારનો ત્રિવેણી સંગમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App