• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - નર્મદા કેનાલમાં અધવચ્ચેથી જ પાણીનો વેડફાટ : તંત્રએ સ્વીકાર્યુ

નર્મદા કેનાલમાં અધવચ્ચેથી જ પાણીનો વેડફાટ : તંત્રએ સ્વીકાર્યુ

ફોલોઅપ| 90 કિમી અંતરની કેનાલમાં પાણી તો છોડયુ જ છે ધારાસભ્યએ ચિમકી આપી પણ ટેકનીકલ રીતે બે દિવસમાં તેના મત...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:41 AM
Bhavnagar - નર્મદા કેનાલમાં અધવચ્ચેથી જ પાણીનો વેડફાટ : તંત્રએ સ્વીકાર્યુ
નર્મદા કેનાલનુ પાણી છોડવા ધારાસભ્યએ બે દિવસની મુદત આપીને પાણી નહિ મળે તો આત્મવિલોપનની આપેલી ચિમકીના પગલે તંત્ર દોડતુ થઇ ગયુ છે. પરંતુ તેની સાથોસાથ એવી પણ દ્રષ્ટિ કરી છે કે ટેકનીકલ રીતે બે દિવસમાં ધારાસભ્યના મત વિસ્તારમાં પાણી પહોંચી શકે તેમ નથી. 90 કિમી અંતરની લાંબી કેનાલમાં પાણી તો છોડી દેવાયુ છે. પણ વચ્ચેથી પાણીનો ઉપાડ થતો હોવાથી છેવાડાના ગામો સુધી પાણી પહોંચ્યુ નથી.

આ ઉપરાંત લીંબડી, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગના કાર્યપાલક ઇજનેરે બોટાદ કલેકટરને અને ધારાસભ્ય પ્રવિણ મારૂને જણાવ્યુ છે કે લીમડી શાખા નહેરમાં પાણી વહેવડાવવાનુ ચાલુ છે. પરંતુ 90 કિમી પહેલા આવતી કેનાલો શરૂ થઇ ગયેલ છે. તેમજ ખેડુતો દ્વારા સીધા મશીનો મુકીને પાણીનો ઉપાડ કરે છે. જેથી શાખા નહેરમાં પાણી આગળ વધતા જ ખાલી થઇ ગયુ છે.

વધુમાં એમ પણ જણાવ્યુ હતુ કે પાણીનો પ્રવાહ આગળ વધી રહ્યો છે. પણ શાખા નહેરની સાંકળ 77.84 કિમી પર નવા કેનાલ સાયફનનુ બાંધકામ હાલમાં ચાલુ છે. જેથી કેનાલનુ પાણી ડાયવર્ટ કરીને સાઇડ કેનાલ બનાવીને પાણી મેઇન કેનાલમાં નાખવામાં આવે છે.

આથી મર્યાદિત માત્રામાં પાણી પાછળ આવી રહેલ છે જેથી 3 દિવસમાં ધારાસભ્ય મારૂના મત વિસ્તારમાં પાણી પહોંચી જવાની શકયતા છે. આથી આવેદન પત્રમાં આપેલી મુદતમાં વધારો કરવા અપીલ કરી છે. અન્યથા કાયદાની મર્યાદામાં રહીને આપના સ્તરેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.

X
Bhavnagar - નર્મદા કેનાલમાં અધવચ્ચેથી જ પાણીનો વેડફાટ : તંત્રએ સ્વીકાર્યુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App