થ્રી વ્હીલ ટેમ્પો પલ્ટી જતાં મુસાફરી કરતા યુવાનનું મોત

Bhavnagar - થ્રી વ્હીલ ટેમ્પો પલ્ટી જતાં મુસાફરી કરતા યુવાનનું મોત

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:41 AM IST
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 11 સપ્ટેમ્બર

ભાવનગર શહેરના આખલોલ પુલ પાસે આવેલ મહાદેવ મંદીર નજકના પુલ પાસેથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે તેનો કબ્જો લઇ તેને પી.એમ.માટે હોસ્પીટલમા ખસેડી તેની �ઓળખ મેળવવા તજવીજ હથ ધરી છે.જયારે બીજા બનવામાં તળાજા નજીક થ્રી વ્હીલ ટેમ્પો પલ્ટી જતા તેમા મુસાફરી કરતા યુવકનુ મોત નિપજયુ હતુ.

બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના આખલોલ જકાતનાકા નજીક આવેલા પુલ પાસે યુવાનનો મૃતદેહ પડયો હોવાની જાણ ડી.ડીવીઝન પોલીસ મથકમા઼ થા પોલીસે બનાવ સ્થળે પહો઼ચી મૃતદેહને પી.એમ.માટે હોસ્પીટલમા ખસેડી તેની �ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.આ અંગે ડી.ડીવીઝન પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકની ઉંમર અંદાજીત 37 વર્ષની અને જ્ઞાતિએ હિન્દુ હોવાનુ જાણવા મળેલ છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં તળાજામાં જીઇબી નજીકના પુલ પરથી પુર ઝડપે પસાર થઇ રહેલા થ્રી વ્હીલ ટેમ્પો નંબર જી.જે.4.વી.7033 ના ચાલક રૂપાભાઇ નાનુભાઇ ચોૈહાણએ પોતાના કબ્જાના ટેમ્પા પરનો કાબુ ગુમાવતા અને ટેમ્પો પલ્ટી જતા તેમા બેઠેલા સુરેશભાઇ જીવાભાઇ બારૈયાને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ તળાજા અને ત્યાથી વધુ સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પીટલમા ખસેડાતા તેમનુ સારવાર દરમ્યાન તેમનુ મોત નીપજયું હતુ. આ બનાવ અંગે બાલાભાઇ વાઘાાઇ વગડે તળાજા પોલીસ મથકમાં રૂપાભાઇ નાનુભાઇ ચોૈહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
Bhavnagar - થ્રી વ્હીલ ટેમ્પો પલ્ટી જતાં મુસાફરી કરતા યુવાનનું મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી