તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિંગતેલમાં આવેલી તેજી શ્રાવણી તહેવારો બગાડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણી પર્વોમાં ફરસાણ અને અન્ય ખાદ્યની વસ્તુઓ બનાવવામાં જેનુ મહત્વનુ પ્રદાન છે. તેવા શીંગતેલના ડબાના ભાવમાં છેલ્લા દોઢ જ મહિનામાં રૂા.170 જેવો ઉછાળો આવતા મધ્યમ વર્ગની ગૃહિણીઓને ઘરે બનાવવાના ફરસાણમાં કાપ મુકવો પડે તેવી સ્થિતિ છે.

જયારે તહેવારોની શરૂઆત થાય ત્યારે ખાદ્યતેલના ભાવોમાં એકા-એક વધારો થઇ જાય છે. ત્યારે એ સમજાતુ નથી કે આ કૃત્રિમ તેજી છે. કે મીલી ભગતથી રળી લેવાની વૃતિ ધરાવતા મીલરો અને સ્ટીકસ્ટો દ્વારા ભાવોમાં તેજી લાવી મલાઇ મેળવી રહ્યા છે. શ્રાવણ માસ પહેલા ભાવો લાંબા સમય સુધી સ્થિર રહ્યા બાદ ધીમે ધીમે શ્રાવણ માસ નજીક આવતા અગાઉથી જ તેલ બજારમાં તેજી આવી જતા છેલ્લા દોઢ માસમાં જ ડબે રૂા.170નો ઉછાળો આવતા એક બાજુ મંદિમય વાતાવરણ અને બીજી તરફથી ઘર બનાવવાના ફરસાણમાં પણ કાપ મુકવો પડે તેવી મધ્યમ વર્ગ માટે સ્થિતિ સર્જાવા પામી છે. જુલાઇની શરૂઆતમાં શીંગતેલ તેલીયા ટીનના ભાવ રૂા.1220 થી રૂા.1222 અને લુઝ તેલ રૂા.790ની સપાટી હતા જે દોઢ માસ બાદ શીંગતેલ તેલીયા ટીન રૂા.1390થી રૂા.1390 અને લુઝ તેલ રૂા.900ની સપાટીએ આંબી ગયો છે.

સિંગતેલના ભાવો
તારીખ તેલીયા ટીન 10 Kg.

2-4-18 1120-1222 790

13-7-18 1260-1265 815-520

1-8-2018 1352-1355 870-875

18-8-18 1390-1391 900-905

અન્ય સમાચારો પણ છે...