તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાજરાનાં વાવેતરમાં રાજ્યમાં ભાવનગર દ્વિતીય ક્રમે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં બાજરાનું વાવેતર 27,800 હેક્ટર

એગ્રિકલ્ચર રિપોર્ટર | ભાવનગર |21 �ઓગસ્ટ
ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસાના પ્રથમ તબક્કામાં એકંદરે સંતોષકારક વરસાદ વરસી ગયા બાદ ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4,24,800 હેક્ટર જમીનમાં કપાસ મગફળી અને બાજરા સહિત ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઇ ગયું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બાજરાનાં વાવેતરમાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમે રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં સંતોષકારક વરસાદ બાદ વાવણી કાર્ય પણ લગભગ પૂર્ણ થવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ વાવેતરના 4,48,000 હેક્ટરમાં 94 ટકા જેટલું વાવેતર પૂર્ણ થઇ ગયું છે અને વાવેતરનો આંક 4,24,800 હેક્ટર થયો છે. જેમાં બાજરાનુ વાવેતર આ વખતે ભાવનગર જિલ્લામાં 27,800 હેક્ટર થયું છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં 69,300 હેક્ટર થયું છે ત્યારબાદ ભાવનગરનો નંબર આવે છે. ત્યારબાદ તૃતીય ક્રમે ખેડા જીલ્લો છે જ્યાં 12,800 હેક્ટર જમીનમાં બાજરા નુ વાવેતર થયું છે.

હવે ભાવનગર જિલ્લામાં વાવેતરને એક સારા અને સાર્વત્રિક વરસાદની રાહ છે. જો સમયસર વરસાદ આવશે તો ગોહિલવાડમાં આ વર્ષે ખરીફ પાકનું ચિત્ર ગુલાબી બની જશે.

સૌરાષ્ટ્રમાં બાજરાનું કુલ વાવેતર 47 800 હેક્ટર
સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વખતે બાજરા નુ કુલ વાવેતર 47,800 હેક્ટર જમીનમાં થયું છે તેમાં એકલા જિલ્લામાં જ વાવેતર 27, 800 હેક્ટરમાં થયું છે એટલે બાકીના દસ જિલ્લામાં થઇને માત્ર વીસ હજાર હેક્ટર જમીનમાં બાજરાનુ વાવેતર થયું છે.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે વાવેતર
પાક વાવેતર

કપાસ 2,25,300 હેક્ટર

મગફળી 95,900 હેક્ટર

બાજરો 27,800 હેક્ટર

તલ 8,800 હેક્ટર

શાકભાજી 5,600 હેક્ટર

મગ 3,900 હેક્ટર

અડદ 2,200 હેક્ટર

અન્ય સમાચારો પણ છે...