બ્રહ્મભટ્ટ એકતા યાત્રા અંગે 17 દિવસ માટે પંથસંચલન

દાદુજી બારોટને સ્મરણાંજલી અપાઇ પાલિતાણા ખાતે યોજાયો કાર્યક્રમ : સમાજમાં સંગઠનની ભાવના મજબુત કરવાનો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:41 AM
Bhavnagar - બ્રહ્મભટ્ટ એકતા યાત્રા અંગે 17 દિવસ માટે પંથસંચલન
બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના દ્વારા બ્રહ્મભટ્ટ એકતા યાત્રાનો તા.16 સપ્ટેમ્બર રવિવારથી પાલિતાણા ખાતેથી પ્રારંભ કરાયો હતો. આ યાત્રા 17 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારમાં ફરશે અને સમાજમાં જનજાગૃતિ લાવવામાં આવશે.

આગામી તા.2 ઓકટોબર સુધી ચાલનારી પથ સંચલનના પ્રારંભ સાથે પાલિતાણા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના શુરવીર દાદુજી બારોટને સ્મરણાંજલિ પાઠવીને સમાજની એકતા માટે આહવાન કરાયુ હતુ.

સમગ્ર રાજયમાં જયાં જયાં બ્રહ્મભટ્ટસમાજની વધુ વસ્તી હોય ત્યાં ત્યાં જઇને સમાજમાં સંગઠનની ભાવના મજબુત કરવાનો સંદેશો આપવામાં આવશે. આ યાત્રા 17 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારમાં ફરશે અને સમાજમાં જનજાગૃતિ લાવવામાં આવશે.

X
Bhavnagar - બ્રહ્મભટ્ટ એકતા યાત્રા અંગે 17 દિવસ માટે પંથસંચલન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App