વાત્સલ્ય કાર્ડ માટે ખોટા દાખલા કઢાવનાર સામે કાર્યવાહી કરો

આક્રમક | કાર્ડ કઢાવવા આડેધડ કઢાતા દાખલામાં બ્રેક કમિશનર, DDO અને કલેકટરને સરકારે કર્યો આદેશ તાત્કાલિક...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:41 AM
Bhavnagar - વાત્સલ્ય કાર્ડ માટે ખોટા દાખલા કઢાવનાર સામે કાર્યવાહી કરો
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |11 સપ્ટેમ્બર

આરોગ્ય માટે આશિર્વાદરૂપ યોજના અમૃતમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે ઓછી આવકના દાખલાઓ કઢાવનાર અરજદારો સામે સંકજો ભિડાશે, વધુ આવક હોવા છતા ઓછી આવક દર્શાવીને સરકારની આંખમાં ધૂળ નાખતા લાભાર્થીઓ અંગે તપાસ કરીને જરૂરી રિપોર્ટ કરવા મ્યુનિસિપલ કમિશનર, કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને રાજ્ય સરકારના આરોગ્ય કમિશનરે આદેશ કર્યો છે.

અમૃતમ યોજના નીચે ગંભીર બિમારીમાં મધ્યમ-નિમ્ન વર્ગને આરોગ્યલક્ષી લાભ મળે તે માટે અમૃતમ યોજના નીચે માં વાત્સલ્ય કાર્ડ કઢાવીને સારવાર આપવામાં આવે છે.જેમાં 698 પ્રોસિજરોની સારવારનો સમાવેશ કરાયેલો છે, રૂપિયા 3 લાખ કે ઓછી આવક ધરાવતા વર્ગ માટેની આ સુવિધા ઉભી કરવામાં આવી છે.

પરંતુ આવક વધુ હોવા છતા આરોગ્યલક્ષી વિનામૂલ્યે લાભ લેવા આડેધડ કાર્ડ નિકળી રહ્યા હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે. તો મોટાભાગે આવક મર્યાદા બહાર હોવા છતા રૂપિયા 3 લાખથી ઓછી આવક દર્શાવીને આવકના દાખલાઓ કઢાવવામાં આવી રહ્યા છે.

જેની સામે રાજ્ય સરકારે લાલ આંખ કરવા ગતિવીધી હાથ ધરી છે. કમિશનર, કલેકટર અને ડીડીઓ દ્વારા આ મામલે તપાસ સોંપીને જરૂરી કાર્યવાહી કરવા આરોગ્ય કમિશનર દ્વારા તાકિદ કરવામાં આવી છે, જેથી રૂપિયા 3 લાખ કે તેથી વધુ આવક હોવા છતા માં વાત્સલ્ય કાર્ડ કઢાવનાર ખોટા લાભાર્થીઓ સામે ગાળિયો ભિડાશે.

કાર્ડ ખાનગી સ્થળે પણ નિકળે છે !!

કાર્ડ કઢાવવા માટે સરકારી પ્રિમાઇસિસમાં જ કામગીરી કરવા તેમજ વધુ ગંભીર રોગ હોય અને દર્દી સ્થળ સુધી આવી જ ન શકે તો ત્યા સુધી આ સવલત આપવાનો સરકારો શુભ હેતુ છે, પણ તેનો ગેરલાભ ઉઠાવીને કેટલાક તત્ત્વો ખાનગી સ્થળોએ પણ મળતિયાઓના ઘરે જઇને કાર્ડ કઢાવી દેતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, આ મામલે પણ તપાસ હાથ ધરીને એજન્સીના લોકો ઉપર બ્રેક મારવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

X
Bhavnagar - વાત્સલ્ય કાર્ડ માટે ખોટા દાખલા કઢાવનાર સામે કાર્યવાહી કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App