તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.માં 14 કરોડના ખર્ચે ખેલકૂદ વિકાસ પ્રોજેક્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા છેલ્લા પંદર વર્ષમાં સ્પોર્ટસ ક્ષેત્રે દાખવવામાં આવેલી ઉપેક્ષાનો અંધકાર યુગ આથમી ગયો હોય તેવા સંકેતો આપવાની સાથે કેમ્પસમાં રૂા.14.30 કરોડના ખર્ચે જુદી જુદી રમતોના વિકાસ કામ હાથ ધરવાનું આયોજન ઘડાયું છે અને આ અંગેની તમામ રકમ સ્પોર્ટ્સ �ઓથોરીટી �ઓફ ગુજરાત દ્વારા યુનિવર્સિટીને તબદીલ કરી દેવામાં આવી છે.

એમ.કે.બી. યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.ગિરીશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ અને હકારાત્મકતા એકબીજાના પર્યાય શબ્દો છે. અમે ભાવનગર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ માટે ખૂબ જ ઝડપથી કાર્યો કરવા જઈ રહ્યા છીએ. મહાત્મા ગાંધી કેમ્પસમાં બહુ હેતુલક્ષી સ્પોર્ટસ હોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના અંગે ની ડિઝાઇન ખૂબ જ ટૂંકા સમયમાં નક્કી થઇ ગયા બાદ તુરત જ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ બહુ હેતુલક્ષી સ્પોર્ટ્સ હોલમાં બેડમિન્ટન, ટેબલટેનિસ, જુડો, કુસ્તી, કબડ્ડી,ટેકવેન્ડો સહિતની રમતોના આયોજન થઈ શકે તેના માટેનું આવી રહ્યું છે તદુપરાંત એક અત્યાધુનિક જિમની પણ યોજના ચાલી રહી છે.

બાબા આંબેડકર કેમ્પસ ખાતે પાંચ રાઇફલ શૂટિંગની રેન્જ તૈયાર કરવામાં આવી રહી છે અને તેના અંતર્ગત ટૂંક સમયમાં તેનું કામ પણ શરૂ થવામાં છે. બીજી તરફ મહાત્મા ગાંધી કેમ્પસમાં ક્રિકેટના મેદાનથી ફૂટબોલને અલગ પાડી અને તેને સંપૂર્ણપણે લીલી લોનથી વિકસિત કરવામાં આવશે અને આ ફૂટબોલ મેદાનમાં અધ્યતન ડ્રેસિંગ રૂમ તથા પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. લોન ટેનીસ અને સ્વિમિંગ પૂલ જે અત્યારે બિન ઉપયોગી હાલતમાં ગરકાવ થઈ ગયેલા છે તેને પણ બીજા તબક્કામાં સમાવિષ્ટ કરી અને તેનો વિદ્યાર્થી�ઓ ઉપયોગ કરી શકશે.

2006 બાદ પ્રથમ વખત કોલેજ ક્રિકેટ સ્પર્ધા
ક્રિકેટ ક્ષેત્રે પણ ભાવનગર યુનિવર્સિટી ના વર્તમાન સત્તાધીશોનું હકારાત્મક વલણ નોંધનીય રહ્યું છે. વર્ષ 2006થી બંધ કરી દેવામાં આવેલી આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટને ચાલુ વર્ષથી ક્રિકેટ ગુરુ સ્વર્ગીય જેન્તીભાઈ ધરજીયાના નામથી પુનઃ શરૂ કરવામાં આવી છે. ભાવનગર યુનિવર્સિટી ના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટની આંતરકોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી છે અને તેમાં સાત ટીમો ભાગ લઇ રહી છે.

સ્પોર્ટ્સનો વિકાસ એ જ અમારી તત્પરતા
ભાવનગર યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્પોર્ટ્સ �ઓથોરિટી ગુજરાતનો પણ તેમાં સિંહ ફાળો રહ્યો છે. સ્પોર્ટ્સ વિષયનિષ્ણાતોને સાથે રાખી તમામ રમતોના વિકાસ માટે આગળ ધપી રહ્યા છીએ. ડો.દિલીપસિંહ ગોહિલ, શારીરિક શિક્ષણ નિયામક, એમ કે બી યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...