તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પાણી દૂષિત થતું રોકવા મૂર્તિ વિસર્જન એક જ સ્થળે કરાશે

પાણી દૂષિત થતું રોકવા મૂર્તિ વિસર્જન એક જ સ્થળે કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર,ભાવનગર |21 અોગસ્ટ

શહેરના લોકોને પીવા બોરતળાવના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તળાવમાં મૂર્તિં વિસર્જન કરવામાં આવતા પાણી દૂષિત થતુ અટકાવવા એક જ સ્થળ પર મૂર્તિં વિસર્જન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. મ્યુ. તંત્રને સાથે રાખીને પાનવાડી વિકાસ સમિતિ દ્વારા આ કાર્યક્રમ હાથ ધરાયો હોવાનંુ સૂત્રોએ જણાવ્યુ હતંુ.

દશામાંના વરતનંુ ધાર્મિંક મહત્ત્વ ઘણુ છે. હિન્દુ સંસ્કૃતિમાં દશામાંથી મૂર્તિંનંુ પૂજન કરીને અંતિમ દિવસે તેનુ પાણીમાં વિસર્જન કરવાની પરંપરા છે, જેની સાથે સેકડો ભાવિકોની આસ્થા જોડાયેલી છે. પરંતુ આ મૂર્તિં બોરતળાવમાં વિસર્જન કરવામાં આવતુ હોવાનુ પાણી દૂષિત થાય છે, આ પાણી શહેર માટે પીવા ઉપયોગમાં લેવાય છે. ત્યારે આ વર્ષે તા. 25મી ઓગસ્ટના રોજ મૂર્તિ વિસર્જન બપોરના 3થી 6 કલાક દરમિયાન તળાવના કિનારે એક જગ્યાએ નિર્ધારિત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...