વાહન ટેક્સ ચોરી સાથે દોડતા ટ્રક-બસ સહિત 6 ઝપટે ચડ્યા

ચેકિંગ | ભાવનગરના 3, અમદાવાદના 2, અમરેલીનંુ 1 વાહનો RTOની ઝપટે નિરમા ચોકડી ખાતે 6 વાહનોમાં દંડ-પેનલ્ટી સાથે રૂ. 6.45...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:41 AM
Bhavnagar - વાહન ટેક્સ ચોરી સાથે દોડતા ટ્રક-બસ સહિત 6 ઝપટે ચડ્યા
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |11 સપ્ટેમ્બર

વાહન ટેક્સ ચોરી સાથે દોડતા ટ્રક-બસ સહિત 6 ઝપટે ચડ્યા હતા, ભાવનગરના નિરમા ચોકડી ખાતે RTO દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં શંકાના દાયરામાં રોડ પર જઇ રહેલા 32 વાહનો રોકતા 6 વાહનોમાં ટેક્સ ચોરી ઝડપાઇ હતી, જે તમામ વાહન માલિકોને દંડ-પેનલ્ટી સાથે રૂ. 6.45 લાખની વસુલાત કરવામાં આવી હતી, ચેકિંગમાં ઝડપાયેલા વાહનોમાં 3 વાહનો ભાવનગરના, 2 અમદાવાદન અને એક અમરેલીનંુ ઝપટે ચડ્યંુ હતંુ.

ભાવનગર RTO તંત્ર દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં નિરમા ચોકડી ખાતે ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, આર.ટી.ઓ. તંત્ર દ્વારા શંકાના દાયરામાં ટ્રકો અને બસ સહિત મોટા વાહનો રોકીને કાગળો ચેક કર્યા હતા.

જેમાં ભાવનગર, અમદાવાદ અને અમરેલીના વાહનો ટેક્સ ભર્યા વગરના વાહનો ઝપટે ચડી ગયા હતા.

કયા કયા વાહનો ઝપટે ચડ્યા ?

વાહનનો નંબર ટેક્સ ફટકાર્યો માલિકનંુ નામ

GJ 01 CV 6936 2,24,487 મી. મદન ચોપરા-અમદાવાદ

GJ 14 X 3055 45,288 ઓમકેશભારથી ગાૈસ્વામિ-અમરેલી

GJ 14 X 9945 1,53,846 લાઠિયા કિશોરભાઇ- ભાવનગર

GJ 04 U 9972 25, 502 ધ પ્રિન્સિપાલ- ભાવનગર

GJ 01 AZ 9739 54, 630 ફજલઅલીખાન પઠાણ- અમદાવાદ

GJ 11 T 1817 1,41,435 અંધારિયા સ્મિતભાઇ- ભાવનગર

X
Bhavnagar - વાહન ટેક્સ ચોરી સાથે દોડતા ટ્રક-બસ સહિત 6 ઝપટે ચડ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App