હેલ્થ રિપોર્ટર ¿ ભાવનગર | 11 સપ્ટેમ્બર
ટ્રાઇકોબેઝોઆરના કેસ સામાન્ય રીતે વિશ્વમાં 1 ટકાથી પણ �ઓછા જોવા મળે છે. ભાવનગર સર ટી. હોસ્પિટલમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક 11 વરસની છોકરીને પેટમાં દુખતું હોવાની તકલીફને લઇને સર ટી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવતાં આ કેસ ટ્રાઇકોબેઝોઆર એટલે કે પેટમાં વાળનો ગઠ્ઠો જામી જવાનો કેસ હોવાનું સામે આવ્યું હતું. આ રેરેસ્ટ �ઓફ ધ રેર કેસનું આજે ભાવનગર સર ટી હોસ્પિટલમાં સફળ �ઓપરેશન થયું હતું.
સર્જરી વિભાગના ડો. સ્મિત મહેતાએ કહ્યું કે 11 વરસની આ છોકરીને પેટનો દુખાવો હોવાની તથા આંતરડામાં અટકાવ અને ઉલ્ટી થતી હોવાની ફરિયાદને લઇને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ છોકરીને વાળ ખાવાની, દોરા ખાવાની આદત હતી. શરૂઆતમાં આનાથી કોઇ તકલીફ નહોતી. ત્યાર બાદ પણ સામાન્ય રીતે પેટમાં દુખાવાની ફરિયાદ રહી હતી આથી ખાસ કંઇ ધ્યાન આપવામાં આવ્યું નહોતુ. તમામ રિપોર્ટ પણ નોર્મલ આવતા હતા. પરંતુ આ ફરિયાદ વધી જતાં તેને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જો કે અત્રે તમામ રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવતાં તેનાં નાના અને મોટાં આંતરડાંને જોડતા ભાગમાં વાળનો જથ્થો જામ થઇ ગયો હતો. આ ભાગમાં ચેકો મૂકીને આ ભાગ દૂર કરવામાં આવ્યો હતો. આજે સવારના 11થી 1 દરમ્યાન થયેલ આ ઓપરેશનમાં સર્જરી વિભાગના વડા ડો. સમીર શાહના માર્ગદર્શન હેઠળ ડો. સ્મીત મહેતા અને તેમની ટીમ જોડાઇ હતી.
રેપનઝેલ સિન્ડ્રોમ : દુનિયામાં બહુ �ઓછા કેસ
ટ્રાઇકોબેઝોઆર એક દુર્લભ પરિસ્થિતિ છે અને બહુ જૂજ જોવા મળે છે. આખી દુનિયામાં 1% થી �ઓછા કેસમાં થાય છે. અને એમાં મહત્તમ ગઠ્ઠા હોજરીમાં જોવા મળે છે. પ્રસ્તુત કેસમાં નાના આંતરડામાંથી વાળનો ગઠ્ઠો કાઢવામાં આવી રહ્યો છે. એ તો રેરેસ્ટ �ઓફ રેર કહી શકાય. આખી દુનિયામાં આવા ફક્ત 40 આસપાસ કેસો રીપોર્ટ થયા છે.એને રેપનઝેલ સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. આવા દર્દી�ઓ સામાન્ય રીતે 13થી 20 વર્ષના, મુખ્યત્વે સ્ત્રીજાતિના હોય છે અને લાક્ષણિક રીતે કોઈ માનસિક અસંતુલનથી પીડાતા હોઈ વાળ ખાવાની ટેવ ધરાવતા હોય છે. તેમ ડો. મહેતાએ વધુમાં જણાવ્યું હતું.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો