રાજ્યમાં SSA બંધ કરી શિક્ષા અભિયાન અમલીકૃત કરાશે

એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |11 સપ્ટેમ્બર આજ સુધી સમગ્ર ગુજરાતમાં ધો.1થી ધો.8માં સર્વ શિક્ષા અભિયાન કાર્યરત હતું...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:41 AM
Bhavnagar - રાજ્યમાં SSA બંધ કરી શિક્ષા અભિયાન અમલીકૃત કરાશે
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |11 સપ્ટેમ્બર

આજ સુધી સમગ્ર ગુજરાતમાં ધો.1થી ધો.8માં સર્વ શિક્ષા અભિયાન કાર્યરત હતું જ્યારે હાઇસ્કૂલ કક્ષાએ તેમજ શિક્ષક એજ્યુકેશન માટે અલગ અલગ યોજના હતી તેમાં હવેથી આ ત્રણેક કક્ષાની યોજના�ઓને એક કરીને સમગ્ર શિક્ષા અભિયાનનું અમલીકરણ શરૂ કરવામાં આવશે. ક્લસ્ટર કક્ષાએ એક સીઆરસી દીઠ ધો.1થી ધો.12 સુધીની 18 શાળા�ઓની કામગીરી સોંપવામાં આવશે.

વર્ષ 2018-19થી સમગ્ર ભારતમાં સર્વ શિક્ષા અભિયાનને બદલે સમગ્ર શિક્ષા અભિયાન અમલમાં આવ્યું છે. સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને ટીચર્સ એજ્યુકેશન એમ ત્રણેય પ્રોજેક્ટને એક યોજાનામાં કાર્યરત કરી તેને સમગ્ર શિક્ષા અભિયાન નામ આપવામાં આવ્યું છે. આ માટે એમ.એચ.આર.ડી., નવી દિલ્હી તરફથી સૂચના પણ આપી દેવામાં આવી છે. આ યોજનામાં ધો.1થી લઇને ધો.12 સુધીની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલમાં સીઆરસી કક્ષાએ ફરજ બજાવનારાને માત્ર પ્રાથમિક વિભાગની જ ફરજ સોંપવામાં આવતી હતી પરંતુ અવે આ નવરચના બાદ ધો.1થી ધો.12 સુધીની તમામ કામગીરી સોંપવામાં આવશે. સી.આર.સી.ના કાર્ય માટે આથી નવરચના કરવામાં આવી છે. આ માટે પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા ડાયરેક્ટર પી. ભારતી દ્વારા જણાવાયું છે કે સીઆરસી કક્ષાએ નવારચના કરી તેનો રિપોર્ટ રાજ્ય કક્ષાએ મોકલી દેવાનો રહેશે.

X
Bhavnagar - રાજ્યમાં SSA બંધ કરી શિક્ષા અભિયાન અમલીકૃત કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App