Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - અંધ ઉદ્યોગશાળામાં પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે શિર્ષક તળે વિશિષ્ટ પ્રદર્શનનું કરાયેલું આયોજન

અંધ ઉદ્યોગશાળામાં પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે શિર્ષક તળે વિશિષ્ટ પ્રદર્શનનું કરાયેલું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:41 AM

ભાવનગર ઃ પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શકિત�”ને વિકસાવવા તેમજ આમ સમાજના લોકો પ્રજ્ઞાચક્ષુ લોકોની...

  • Bhavnagar - અંધ ઉદ્યોગશાળામાં પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે શિર્ષક તળે વિશિષ્ટ પ્રદર્શનનું કરાયેલું આયોજન
    ભાવનગર ઃ પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શકિત�”ને વિકસાવવા તેમજ આમ સમાજના લોકો પ્રજ્ઞાચક્ષુ લોકોની વિશિષ્ટ આવડતથી પરિચિત થાય તેવા હેતુસર શહેરના વિદ્યાનગરમાં કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળા ખાતે તા.26 થી 28 સપ્ટેમ્બર પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે શિર્ષક તળે વિશિષ્ટ પ્રદર્શન યોજાશે તેમ જણાવી સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઇ સોનાણીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, આવા પ્રદર્શનથી પ્રજ્ઞાચક્ષુ�ઓ અને અન્ય વિકલાંગ લોકોની મદદે આવવા આમ સમાજના લોકો વિચારતા થયા છે. સંસ્થાના પટાંગણમાં યોજાનારા આ વિશિષ્ટ પ્રદર્શનમાં 17 ઝોન ઉભા કરાશે. આગામી તા. 26-9-2018 ના રોજ સવારે 9 કલાકે તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, મેયર મનભા મોરી, પૂર્વ મેયર નીમુબહેન બાંભણીયાના અતિથિવિશેષપદે યોજાનારા આ પ્રદર્શનનું ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઇ મારૂના હસ્તે ઉદઘાટન થશે. આ પ્રદર્શન આગામી તા. 26 થી 28 બુધ,ગુરૂ,શુક્ર સવારે 9 થી સાંજે 5 દરમિયાન યોજાશે. અેટલું જ નહિ તા. 27-9 ના રોજ સાંજે 4 કલાકે મહાનુભાવોના હસ્તે સંસ્થાની વેબસાઇટનું લોન્ચીંગ કરાશે. આ પ્રદર્શનમાં સંગીત,કોમ્પ્યુટર,ઉદ્યોગનું શિક્ષણ,હોમ સાયન્સની તાલીમ,મસાજ થેરાપી અને રમત ગમત જેવી પ્રવૃતિ�ઓ પ્રદર્શિત કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending