• Home
  • Saurashtra
  • Latest News
  • Bhavnagar City
  • Bhavnagar - શહેરના મહાલક્ષ્મી માતાજીના મંદિરે રાધાષ્ટમી પર્વની ઉજવણી કરાશે

શહેરના મહાલક્ષ્મી માતાજીના મંદિરે રાધાષ્ટમી પર્વની ઉજવણી કરાશે

ભાવનગરઃ શહેરના વોરાબજારમાં આવેલા પ્રાચીન શ્રધ્ધેય માતારાણી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:40 AM
Bhavnagar - શહેરના મહાલક્ષ્મી માતાજીના મંદિરે રાધાષ્ટમી પર્વની ઉજવણી કરાશે
ભાવનગરઃ શહેરના વોરાબજારમાં આવેલા પ્રાચીન શ્રધ્ધેય માતારાણી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાધાષ્ટમી પર્વની તા. 17-9 ને સોમવારે પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે આજે સવારે 5 કલાકે મહાલક્ષ્મી માતાજીની મહાપૂજા અનિલભાઇ ભુપેન્દ્રભાઇ ત્રિવેદી અને તેમના પત્ની જયોતિબેનના યજમાનપદે રાખેલ છે. સવારે 5.30 કલાકે દૂધનો અભિષેક, પૂજાવિધિ કરવામાં આવશે. બાદ માતારાણી મહાલક્ષ્મી માતાજીને તિલક તથા ચરણ સ્પર્શના દર્શન સવારે 8 કલાકે થશે. આજે સવારે હવન યોજાશે. સાંજે 5.30 કલાકે શ્રીફળ હોમવામાં આવશે. માઇભકતોને દર્શનાર્થે પધારવા નિમંત્રણ પાઠવાયુ છે.સમસ્ત શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિભોજન રાખેલ હોય જ્ઞાતિની વાડી (દિવાનપરા રોડ, ગજ્જરના દવાખાનાની સામે) સાંજે 7 કલાકે જ્ઞાતિજનોને પ્રસાદ લેવા જ્ઞાતિ દ્વારા અનુરોધ કરાયો છે.

X
Bhavnagar - શહેરના મહાલક્ષ્મી માતાજીના મંદિરે રાધાષ્ટમી પર્વની ઉજવણી કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App