તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરાઉ સાયકલો સાથે તોલો ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 21 ઓગસ્ટ

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાના બાળકોની સાયકલ ચોરીના બનાવો અંગેની વધેલી ફરિયાદોને ધ્યાને લઇ બી.ડીવીઝન પોલીસમ મથકના ઇન્ચાર્જ પી.આઇ.જે.એમ.ચાવડા અને બાતમી આધારે કુંભારવાડાના હીતેષ ઉર્ફે તોલાને ચોરીની કીંમતી સાયકલો સાથે ઝડપી લીધો હતો.

બી.ડીવીજન પોલીસે રેડ કરતા હીતેષ ઉર્ફે તોલો હિંમતભાઇ પરષોતમભાઇ રાઠોડ (રહે.કુંભારવાડા)ને ગીયરવાળી કિંમતી સાયકલ નંગ -9, કીંમત રૂ.52 હજારની મળી આવતા અને તેના આધાર પુરાવા ન હોય પોલીસે તે ચોરીની ગણી આરોપીની ધરપકડ કરી હતી.આમ પોલીસે ચોરીની સાયકલ પરત મેળવી બાળકોની મુસ્કાન પરત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...