તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar સતત 8માં વર્ષે 314 આંગણવાડી�માં શૈક્ષણિક સાધનોની અપાશે સહાય

સતત 8માં વર્ષે 314 આંગણવાડી�માં શૈક્ષણિક સાધનોની અપાશે સહાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ શિશુવિહારના ઉપક્રમે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શહેરની 40 આંગણવાડી�ને ઢોલક, ખંજરી અને મંજીરાની પેરનું વિતરણ કરાશે. શિશુવિહાર દ્વારા સતત 8માં વર્ષે મ્યુનિ.ની 314 આંગણવાડી�માં શૈક્ષણિક સાધનોની સહાય અપાશે. આંગણવાડીના ગરીબ બાળકો કુ-પોષણથી બચે તેમજ તેમની તાલીમ આધારભુત બની રહે તે માટે સેવાભાવી જનતાના સહકારથી અગાઉ તમામ આંગણવાડી�ને 10-10 શૈક્ષણિક ચાર્ટ, 5-5 પપેટસ સાથે બાળ વાર્તાની પુસ્તિકા અને સીડી, આંગણવાડી દીઠ 1 કાર્યકરને ર્ફસ્ટએઇડ તાલીમ અાપીને ફર્સ્ટેઇડ બોકસનું વિતરણ કરાયેલ છે. તેમ છેલ્લા એક વર્ષથી ક્રમશ: તમામ બાલમંદિરોને સંગીતના સાધનો અપાઇ રહ્યા છે. તા. 8 �ઓકટોબરના સવારે 11 કલાકે સંસ્થાના પ્રાંગણમાં યોજાનારા કાર્યક્રમમાં 3 બાલમંદિરોના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. બાદ 40 આંગણવાડીને સંગીતના સાધન અને તમામ બાળકોને ભોજન તથા વોટરબેગનું વિતરણ કરવામાં આવશે. બાળ કેળવણીકાર પ્રા.ડો. રક્ષાબેન દવે તથા ડો. નલીનભાઇ પંડિતની વિશેષ ઉપસ્થિતીમાં યોજાનારા આ કાર્યક્રમમાં નાગરીકોને પધારવા નિમંત્રણ પાઠવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...