શહેરમાં ઠેર ઠેર માટીના ગણેશનું વેચાણ અને વર્કશોપ

Bhavnagar - શહેરમાં ઠેર ઠેર માટીના ગણેશનું વેચાણ અને વર્કશોપ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:40 AM IST
ભાવનગર ¿ ગણેશજીની પધરામણી આડે માત્ર એક જ દિવસ બાકી છે. શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છવાયો છે. વધતા જતા પાણીના પ્રદુષણ સામે જાગૃતિ લાવવા અને માટીના ગણેશના સ્થાપન માટે દિવ્ય ભાસ્કર સૌરાષ્ટ્ર સમાચારના અભિયાનને જબ્બર પ્રતિસાદ સાંપડતા ગત વર્ષ કરતા આ વર્ષે માટીના ગણેશનુ વેચાણ અને સર્જન ઘણુ વધી ગયુ છે. આવતીકાલ બુધવારે 70 ટકા લોકો ગણેશજીની ખરીદી કરશે. જેમા માટી ગણેશજીની વધુ ને વધુ ખરીદી થાય તેવા પ્રકૃતિ પ્રેમીઓના પણ પ્રયાસ રહ્યા છે.

સ્નેહા ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ બાળકોએ બનાવેલા ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશનુ આવતીકાલ તા.12ને બુધવારે સવારે 9 થી 1 કલાક દરમ્યાન રૂપાણી સર્કલ ખાતે પ્રદર્શન યોજાશે. જ્યારે ઘોઘસર્કલ ટીવી કેન્દ્ર સામે કે.આર.દોશી કોલેજમાં સવારે 11 થી 1 અને સાંજે 4 થી 6 કલાક દરમિયાન વર્કશોપમાં માટીના ગણેશ બનાવવા શીખવવામાં આવે છે., મોર્ડન ઓટો મોબાઇલ્ડ , હોટલ વ્હાઇટ રોઝ પાછળ પણ માટીના ગણેશનુ વેચાણ થાય છે. જ્યારે આર્ટીસ્ટ જયદીપ બારડ દ્વારા ધી હોબી સેન્ટરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિના વર્કશોપનુ આયોજન કરાયુ હતુ. જેમા માત્ર 3 કલાકમાં 108 માટીના આકર્ષણ ગણેશજી બનાવ્યા હતા.જે 108 ઘરમાં માટીના ગણેશનુ સ્થાપન થશે.

છેલ્લા બે વર્ષથી ફિલાન્સ આર્ટીસ્ટ પૂર્વિ સોલંકી દ્વારા ઓર્ડર મુજબ માટીના ગણેશ બનાવી રહ્યા છે. અને ખાસ તો 1 ફુટથી નાના ગણેશજી વિનામૂલ્યે બનાવી પ્રદુષણ સામે જાગૃતિમાં સહભાગી થાય છે. શહેરના આંબાવાડી 5એ સિધ્ધિ વિનાયક ખાતે રહેતા પૂર્વિબેન સોલંકીનો 9376183631 પર સંપર્ક કરી માટીના ગણેશ નોંધાવી શકાય છે. જ્યારે દિપ પાર્ટી પ્લોટ સામે મહિલા કોલેજથી દિપક ચોક વાળા રસ્તે પ્લોટ નં.695/બી-2 ખાતે હેતલ રાઠોડ 9374422500નો સંપર્ક કરી માટીના ગણેશ બનાવવ બુકીંગ કરી શકાશે.

X
Bhavnagar - શહેરમાં ઠેર ઠેર માટીના ગણેશનું વેચાણ અને વર્કશોપ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી