મગ-ચોખાથી બનેલા ખીચડીયા ગણપતિના દર્શન થઈ શકશે

ઈકો ફ્રેન્ડલી ગજાનનનું કાલથી સ્થાપન સંત કંવરરામ સિંધુ હાઈસ્કુલ ખાતે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા અનોખું આયોજન

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:40 AM
Bhavnagar - મગ-ચોખાથી બનેલા ખીચડીયા ગણપતિના દર્શન થઈ શકશે
ભાવનગર : ઈકો ફ્રેન્ડલી ગજાનન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવી રહી છે. તા.13ને ગુરૂવારથી શરૂ થતાં ગણેશોત્સવમાં સંત કંવરરામ સિંધી હાઈસ્કૂલ ખાતે મગ અને ચોખાથી બનેલા ખીચડિયા ગણપતિના દર્શન થઈ શકશે. પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા આ અનોખું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મગ અને ચોખામાંથી બનેલા ખીચડિયા ગણપતિ પ્રથમવાર િનર્માણ પામ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તા.21 સુધી દરરોજ સાંજે 6.30 થી રાત્રે 11 સુધી દર્શન ખુલ્લા મુકવામાં આવશે. ઉપરાંત જાદુઈ કળાનો ઉમેરો કરાતા તેમાં દર્શનાર્થીઓનું ધડ ગાયબ થઈ જાય અને ભગવાનને ધરેલા થાળમાં (પાત્રમાં) માત્ર મસ્તક દેખાય તે રીતે પણ આયોજન કરવામાં આવ્યું છે.

X
Bhavnagar - મગ-ચોખાથી બનેલા ખીચડીયા ગણપતિના દર્શન થઈ શકશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App