તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રના વિકાસનંુ પ્રવેશદ્વાર બનશે ભાવનગર : CM

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીનો સરકારી કાર્યક્રમ બન્યો રાજકીય : પ્રોટોકોલ ભંગ

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | ભાવનગર |7 જૂન

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિંસથી ભાવનગરનો સર્વાંગી વિકાસ થશે, બે કલાકમાં ભાવનગરથી દક્ષિણ ગુજરાતના કોઇ પણ શહેર પહોંચી શકાશે. દિવસભરમાં ઘરે પરત આવી શકાશે, સુવિધા 15મી ઓગષ્ટથી મળવાની છે, તેનંુ લોકાર્પણ પી.એમ. મોદીના હસ્તે કરવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ આવાસોના લોકાપર્ણ કાર્યક્રમમાં જણાવતા ઉમેર્યંુ હતંુ કે, સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસ માટે ભાવનગર પ્રવેશ દ્વાર બનશે.

ભાવનગર મ્યુનિિસપ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાઇ રહેલા આવાસો, મ.ભો.યો.ના રસોડાનંુ, નારીરોડ પર એસટીપી સહિતનો લોકાર્પણ સમારોહ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે યોજાયો હતો, પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યંુ હતંુ કે, દેશના રજવાડાના વિલીનિકરણમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પહેલ હતી, ત્યારે તેઓઅે ગીરની ગામો બ્રાઝિલ મોકલીને અને પ્રજાતિ પ્રખ્યાત બની છે, આવા સંંજોગોમાં ગાયોની હત્યા થાય તે માટે ભાજપની સરકારે કાયદો બનાવ્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યંુ હતંુ કે, આવાસોમાં કોંગ્રેસે રક્ષા બંધનના દિવસે ખોટા ફોર્મ ભરીને ગરીબો સાથે મજાક કરી હતી, જ્યારે રાજ્ય સરકાર અાજે મકાનની ચાવી આપીને ગરીબોનંુ સ્વપ્નંુ હકીકતમાં સાર્થક કરી રહી છે.

દરમિયાનમાં મુખ્યમંત્રી રૂપાણીએ વિવિધ યોજનાકિય બાબતો અંગે પ્રકાશ પાડ્યો હતો. અને કહ્યંુ હતંુ કે, કોંગ્રેસની સરકારમાં યુવાનોને બેકાર બનાવ્યા છે. જ્યારે રાજ્યની ભાજપ સરકારે 72 હજાર ઉમેદવારોને સરકારી નોકરી આપી છે.

કાર્યક્રમના પ્રારંભમાં દિપપ્રાગટ્ય બાદ મેયર નિમુબેન બાંભણિયા, કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા, જીતુ વાઘાણીએ પ્રાંસગિક પ્રવચનો કર્યા હતા. જોકે કાર્યક્રમની રૂપરેખામાં અંતિમ ઘડીએ ફેરફારો થતા અવ્યવસ્થા સર્જાઇ હતી. પ્રારંભમાં કમિશનર મનોજ કોઠારીને સ્વાગત પ્રવચન કર્યંુ હતંુ.

લોકાર્પણ સમારોહ | ભાવનગરમાં આવાસો સહિતનો લોકાર્પણ સમારોહ યોજાયો : અંતિમ ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરાતા અવ્યવસ્થા

મુખ્યમંત્રીને સાફા દેખાડવા માટે ઉઠ-બેઠ વધી ગઇ

કાર્યક્રમમાં80 થી 100 બહેનોને સાફા સાથે બેસાડાઇ હતી. પરંતુ જે સ્થળે બેસાડવામાં આવી હતી, ત્યાથી મુખ્યમંત્રીની નજર પડે તેવી જગ્યા હતી, જે વાત પદાધિકારીઓના ધ્યાનમાં આવી હતી, મુખ્યમંત્રીના અાગમત પૂર્વે સાફા વાળી બહેનોને બે-ત્રણ વખત જગ્યાઓ બદલાવીને છેવટે સ્ટેજની ડાબી બાજુ બેસાડાતા સાફાધારી બહેનોની ઉઠબેઠ કરી કરીને કંટાળી ગઇ હતી.

મહુવા-મીઠીવિરડીમાંવિકાસની તક ગુમાવી : મનસુખ માંડવિયા

પ્રાસંગિકપ્રવચન દરમિયાન કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યંુ હતંુ કે, નારી ધોલેરા રોડ ડામરનો નહીં પણ આરસીસીનો બનાવાશે. તેઓએ ઉમેર્યંુ હતંુ કે, મહુવા અને મિઠી વિરડીમાં વિકાસની તક ગુમાવી છે, સૌ સહકાર આપશો તો ભાજપ સરકાર વિકાસને ગતિ આપવા ઇચ્છે છે.

મુખ્યમંત્રીનંુ ઉદબોધન છેલ્લેથી વચ્ચે આવી ગયંુ !!

કોઇપણ જાહેર કાર્યક્રમોમાં મુખ્ય વ્યક્તિનંુ પ્રવચન અંતિમ ભાગમાં હોય તે પહેલા કંઇ પણ કૃતિઓ, સન્માન, પુરસ્કાર અપર્ણ જેવા તમામ પ્રસંગોને આવરી લેવામાં આવતા હોય છે, પરંતુ વખત કોઇના દોરી સંસારથી સંમગ્ર કાર્યક્રમની રૂપરેખા આડેધડ વિખી નાખી હતી, કાર્યક્રમ ટૂંકાવી દેવાયો હતો, પણ સૌથી ગંભીર બાબત રહી હતી કે મુખ્યમંત્રીનંુ પ્રવચન વચ્ચે રાખી દેવાતા અંતિમ કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા ખાલી થઇ ગઇ હતી.

પોલિસે અનેક વાહનોની હવા કાઢી નાંખતા દેકારો

મુખ્યમંત્રીનાકાર્યક્રમમાં આવેલ કેટલાક લોકોએ મેદાનમાં એક બાજુ કોઇને અડચણ બને તે રીતે પોતાની બાઇકો, સ્કુટી જેવા વાહનો પાર્ક કર્યા હતા. છતાં એક પોલીસ કોન્સ્ટેબલ ત્યાં આવી અનેક વાહનોના વ્હીલમાંથી હવા કાઢી નાંખતા લોકો પરેશાન થતાં તેઓએ ભારે દેકારો મચાવ્યો હતો. કાર્યક્રમ પુરો થયા બાદ આવેલા લાભાર્થીઓ મુશ્કેલી પડી હતી.

મુખ્યમંત્રી સ્ટેજ પર, ભાજપના કાર્યકરો બસમાં બેસી ગયા!!

મુખ્યમંત્રીનાકાર્યક્રમમાં 2548 આવાસો માટે ડ્રો, મહાનુભાવોના હસ્તે અભિવાદન સહિતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે ભાજપના કાર્યકરો સહિત ડોમમાંથી જતા રહીને બસમાં બેસી ગયા હતા, કારણ કે મુખ્યમંત્રીનંુ પ્રવચન પુરૂં થતા ધડાધડ સોફા, ખુરશીઓ ખાલી થઇ ગઇ હતી, ચોંકાવનારી બાબત હતી કે, અંતિમ આભાર વિધી સમયે સ્ટેજ પણ ખાલી થઇ ગયંુ હતંુ !! કાર્યક્રમના આવાસોના ડ્રો સમયે માત્ર જવાબદાર પદાધિકારીઓ, મ્યુ. સ્ટાફ જોવા મળ્યો હતો. જેથી કાર્યકરો પણ મુછમાં હસતા જોવા મળ્યા હતા.

{ મુખ્યમંત્રીને કમળનો હાર પહેરાવી કરાયું સન્માન ભાજપ વર્તમાન અને પૂર્વ પ્રમુખો થયા મંચાસ્થિત

આવાસોના ખોટા ફોર્મ ભરીને કોંગ્રેસે ગરીબોની મજાક કરી, ભાજપે મકાનોની ચાવી આપી : રાજ્ય સરકારે 72000 નોકરી આપી

અન્ય સમાચારો પણ છે...