ઢસાની મહિલાના શ્વાસ હરી લેતો સ્વાઇન ફ્લૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર | ભાવનગર | 9 ઓગસ્ટ

રાજ્યમાંસ્વાઇન ફ્લુના વધી રહેલા કહર વચ્ચે બોટાદ જીલ્લાના ઢસાથી ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું છે. ભાવનગર અને બોટાદ જીલ્લામાં વધી રહેલા સ્વાઇન ફ્લૂના કહરને લઇને આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. શહરમાં હજી પણ સ્વાઇન ફ્લુના વધુ 3 પોઝીટીવ કેસ સારવાર હેઠળ છે.

આરોગ્ય સુત્રોમાંથી પ્રાપ્ત થતી વીગતો અનુસાર બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે રહેતા જેકુરબેન જવેરભાઇ દાવરિયા (ઉ.વ.75) ને તેમના ગામે બે દિવસ પૂર્વે તાવ ઉધરસ વગેરેને લઇને તકલીફ થતાં સ્થાનિક સ્તરે દવા લેવાયા બાદ અમરેલી ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. ડો. વીરેન્દ્રએ કેસમાં સ્વાઇન ફ્લૂની શંકા વ્યક્ત કરતાં એક સલાહને લઇને તેમને ગઇ કાલે સાંજે 6:45 વાગ્યે સારવાર માટે ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં લાવવામાં આવતાં સ્વાઇન ફ્લૂ અંગેનો ટેસ્ટ થતાં ટેસ્ટ પોઝીટીવ આવતાં તે મુજબની સારવાર હાથ ધરાઇ હતી. જો કે શ્વાસની વધારે પડતી તકલીફ હતી. તેમણે આજે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લઇ લીધા હતા. ઉલ્લેખનીય છે બજરંગ બાપા આરોગ્યધામમાં હજુ પણ જેમનો રિપોર્ટ પોઝીટીવ છે એવા બીજા 3 દર્દી સારવાર લઇ રહ્યા છે.

હોસ્પિટલના ડો. દર્શન શુક્લએ કહ્યું કે સ્વાઇન ફ્લૂને માત્ર આરોગ્ય વિભાગે નહીં, લોકોએ ગંભીરતાથી લેવાની જરૂર છે. તાવ, શરદી, ઉધરસ કે શ્વાસમાં રૂંધામણનો થોડો પણ અહેસાસ થાય તો તરત કોઇ પણ ડોક્ટરને વહેલામાં વહેલી તકે બતાવો. આર્થિક સ્થિતિ સારી હોય તો પણ સરકારી દવાખાનામાં તમામ સારવાર મફત થાય છે અને સર ટી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

ડીસ્ટ્રીક્ટ એપિડેમિક ઓફિસર ડો. બળવંત બોરિચાએ કહ્યું કે ભાવનગરમાં ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂથી ગ્રામ્ય વિસ્તારમાં 1 અને શહેરી વિસ્તારના બે સહિત સ્વાઇન ફ્લૂથી 3 વ્યક્તિઓના મોત થયાં છે. કેસમાં દર્દીનું મોત ભાવનગર શહેરમાં થયું છે. પરંતુ તેુ કેસ બોટાદ જીલ્લામાં આવે છે.

ગળામાં બળતરા, ઉધરસ અને શ્વાસમાં તકલીફ બાદ 3 દિવસમાં ભાવનગર લવાયા બાદ પ્રાણપંખેરું ઊડી ગયું

રોગચાળો | ભાવનગરમાં ત્રણ પોઝિટિવ કેસ સારવારમાં

અન્ય સમાચારો પણ છે...