માતા-પુત્રીએ ઝેરી ટીકડા ખાતા ગંભીર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 9 ઓગસ્ટ

સુરતનાપરણીતા તહેવાર મનાવવા માટે પોતાના ણપિયર ઉમરાળા આવ્યા હતા.જયા માસુમ પોૈત્રી તોફાન કરતી હોય તેને ઠપકો દેવા બાબતે માતા-પુત્રી વચ્ચે બોલાચાલી થતા બન્નેએ અજાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા ગંભીર હાલતે સારવાર માટે હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા.

ઉમરાળા ગામ ખાતે પિયર ધરાવતા અને સુરત પરણેલા રીપલબેન તેની 4 વર્ષની માસુમ પુત્રી સાથે ઉમરાળા માવતરે આવ્યા હતા. તેમના પિતા બટુકભાઇ સવાણી ખેતી કામનો વ્યવસાય કરે છે. પીયર આવેલા રીપલબેનની પુત્રી તોફાન કરતી હોય જેને લઇ રીપલબેન અને તેમના માતા ગીતાબેન વચ્ચે બોલાચાલી થઇ હતી. તહેવાર કરવા પિયાર આવેલી દીકરી સાથે સામાન્ય બાબતે મા-દીકરી વચ્ચે બોલાચાલી થતાં અને તેથી ગીતાબેનને લાગી આવતા તેમણે અનાજમાં નાખવાની ટીકટી�ઓ ખાઇ લીધી હતી. માતાને અનાજમાં નાખવાના ટીકડા ખાઇ લીધાની દીકરી રીપલબેનને જાણ થતા તેણીએ પણ ટીકડા ખાઇ લેતા બન્નેને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે બન્નેની હાલત ગંભીર બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...