હેલ્લો મહુવા ડીરેકટરીનું આજે કરાશે વિમોચન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યભાસ્કરગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પ્રસ્તુત “હેલ્લો મહુવા ડીરેક્ટરી-2017”નું વિમોચન કાર્યક્રમ મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હોલમાં દરબારગઢ ખાતે આજે તા.10/8ને ગુરૂવારે સાંજે 5.30 કલાકે યોજાશે.

મહુવા શહેરના વિવિધ ક્ષેત્રના સંપર્કોની વિશાળ માહિતી સાથે “હેલ્લો મહુવા ડીરેક્ટરી-2017’’ના વિમોચન કાર્યક્રમમાં મહુવાના સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, ધાર્મિક, રાજકીય ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર સમાચાર ભાવનગરના યુનિટ હેડ રૂપેશ સેનની વિશેષ ઉપસ્થિતિમાં “હેલ્લો મહુવા ડીરેક્ટરી-2017’’ નું વિમોચન કરવામાં આવશે.

મહુવા શહેર અને તાલુકા તેમજ રાજય સરકારની સંબંધિત મહત્વપૂર્ણ કચેરીઓના નંબરો સાથે મહત્વપૂર્ણ અને સંગ્રહી શકાય તેવી હેલ્લો મહુવા ડીરેકટરી કાયમી સંભારણુ બની રહેશે.

સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા તૈયાર કરાયેલી ડીરેકટરી

તમામ ક્ષેત્ર, અગ્રણીના સંપર્ક નંબરો સાથે આકર્ષક તૈયાર કરાયેલી ડીરેકટરી

અન્ય સમાચારો પણ છે...