ધોરણ 12 સાયન્સમાં નાપાસ છાત્રોને 3 તક આપવાનો નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |9 �ઓગસ્ટ

ધો.11-12સાયન્સ અંતર્ગત વર્ષે ચોથા સેમેસ્ટરમાં નાપાસ થયેલા વિદ્યાર્થી�ઓ માટે પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષામાં ગુજરાતભરમાં માત્ર 7 ટકા વિદ્યાર્થી�ઓ પાસ થયા હતા. સેમેસ્ટર સિસ્ટમ રદ થયા બાદ અને કોર્સમાં ફેરફાર બાદ વિદ્યાર્થી�ઓને જુના કોર્સમાં પાસ થવાની ત્રણ તક આપવી પડે તેમ હોઈ આગામી માર્ચ-2018માં સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થી�ઓ માટે જૂના અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે.

આથી નાપાસ થયેલા વિદ્યાર્થી�ઓને પાસ થવા માટે કુલ ત્રણ તક આપ્યા બાદ પણ જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા પાસ નહીં કરી શકે તો ત્યાર બાદ તેને નવા કોર્સ પ્રમાણે પરીક્ષા દેવાની રહેશે. આથી વિદ્યાર્થી�ઓમાં જે અસમંજસતા પ્રવર્તી રહી છે તે દુર થઇ છે.

ધો.10માં નાપાસ થયેલા માટે �ઓક્ટોબરમાં પરીક્ષાની રજૂઆત

^વર્ષે ગુજરાતમાં મોટા પ્રમાણમાં માર્ચ-2017ની પરીક્ષામાં ધો.10માં વિદ્યાર્થી�ઓ નાપાસ થયા છે હવે જો બોર્ડ દ્વારા ધો.12ની પરીક્ષા �ઓક્ટોબરમાં લેવાવાની હોય તો તેની સાથે ધો.10માં પણ ગણિત અને વિજ્ઞાન સિવાય મોટા ભાગના પાઠ્યપુસ્તકો બદલાયા છે ત્યારે ધો.10માં નાપાસ થયેલા માટે પણ ઓક્ટોબરમાં પરીક્ષા લેવામાં આવે તેવી રજૂઆત બોર્ડના કારોબારીના સભ્યો અને પરીક્ષા સમિતિ દ્વારા ચેરમેન સમક્ષ કરવામાં આવી છે. >કે.એ.બુટાણી,સભ્ય,ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ

નિર્ણય | માર્ચ-2018માં જૂના કોર્સની પણ પરીક્ષા લેવાશે

સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે લેવાયેલો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...