લાખો રૂપિયા ક્યાંથી લાવ્યા : I-T

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ I-T રીટર્નમાં પણ 2 લાખથી વધુની રકમ જમા કરાવી તેની વિગત મંગાઇ

ભાવનગર | 9 ઓગસ્ટ

ગતનવેમ્બર માસમાં દેશમાં લાદવામાં આવેલી નોટબંધી દરમિયાન લાખો લોકોએ પોતાના બેંક ખાતામાં બે લાખથી વધુની રકમ જમા કરાવી છે તેઓને ખુલાસો કરવા માટેની નોટિસોનો બીજો તબક્કો આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

આગામી સમયમાં જે કરદાતાએ નોટબંધી દરમિયાન 2 લાખ કે તેનાથી વધુની રકમ જમા કરાવી છે તેના તમામ ડેટા બેંક પાસેથી એકત્ર કરવામાં આવનાર છે, અને જે લોકોએ રીટર્નમાં બતાવી દીધુ છે તેઓને ખુલાસા પુછવામાં આવશે. હવે પ્રોસેસ કરાયેલા ડેટાના આધારે બીજા રાઉન્ડમાં પણ 2 લાખ કે તેનાથી વધુની રકમ બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે તેની નોટિસો કાઢવામાં આવી રહી છે.

નોટબંધી દરમિયાન લોકોએ જાત જાતના ખેલ કર્યા હતા

નોટબંધીદરમિયાન પોતાની પાસેનું કાળુ નાણુ ઠેકાણે પાડવા માટે જાત જાતના ખેલ કર્યા હતા. કોઇએ કર્મચારીઓના ખાતામાં જમા કરાવ્યા, કોઇએ હવાલા મારફત નાણા ટ્રાન્સફર કર્યા. તમામ લોકોની વિગતો મેળવાઇ રહી છે.

20%જમા કરાવો, પછી અપીલમાં જાવ

જેલોકોએ ઓછો ટેક્સ ભર્યો હોય તેઓની પાસે ટેક્સ-પેનલ્ટીની ડીમાન્ડ કરવામાં આવે છે. તાજેતરમાં સીબીડીટી દ્વારા કરવામાં આવેલા નવા ઓર્ડર મુજબ કરદાતાએ અપીલમાં જતા અગાઉ 20 ટકા રકમ જમા કરાવવી પડશે અને બાદમાંજ આગળની કાર્યવાહી કરી શકાશે.

સાવધાન | આવકવેરા વિભાગ દ્વારા નોટિસો કાઢવાની શરૂ

અન્ય સમાચારો પણ છે...