તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક પોલીસ હવે પીઓએસ મશીનથી દંડની કરશે વસુલાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોરટર ¿ ભાવનગર | 13 જુલાઈ

શહેરટ્રાફીક શાખા દ્વારા અત્યાર સુધી નિયમ ભંગ કરનાર વાહન ચાલક પાસેથી રોકડ રકમ લઇ દંડ વસુલવામાં આવતો હતો.તો કેટલાકને મેમો આપવામાં આવતો હતો.હવે આધુનીકતા સાથે પોલીસ પણ કેસ લેસ સીસ્ટમમાં જોડાઇ રહી છે.આજથી ટ્રાીફ પોલીસે પી�ઓએસ મશીન દ્વારા વાહન ચાલક પાસેથી દંડ વસુલવાનુ શરૂ કર્યુ છે.

હવે પછી ભાવનગર શહેરમાં કોઇ પણ વાહન ચાલક નિયમ ભંગ કરતા ટ્રાફીક પોલીસના હાથે ઝડપાસે તો હવે તેવા વાહન ચાલકોએ રોકડ રકમ ખીસ્સામાં નહિં હોય અને ક્રેડીટ કાર્ડ કે ડેબીટ કાર્ડથી પણ દંડ ભરી શકશે.અને સીસ્ટમ શરૂ થતાં ટ્રાફીક પોલીસને હવે રોકડ રકમની લેતી દેતીમાંથી મુકતી મળશે.

ભાવનગર ટ્રાફીક શાખા દ્વારા આજથી પાંચ જગ્યાએ પી�ઓએસ મશીનથી વાહન ચાલકો પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ સીસ્ટમ થી વાહન ચાલકો ને દંડ ભરવામા અને ટ્રાફીક પોલીસને દંડ વસુલવામા વધુ સરળતા રહેશે. ટ્રાફીક શાખા દ્વારા અગાઉ નિયમ ભંગ કરનારા વાહન ચાલકોને ચલણ મોકલ્યા પછી પણ તે�ઓએ દંડ ભરતા કે આવા ચલણને ગણકારતા ટ્રાફીક શાખા દ્વારા આવા પા઼ચ ચલણ બજાવ્યા છતા દંડ ભરનાર વાહન ચાલકો સામે કોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી.જેથી આવા વાહન ચાલકોને ફરજીયાત કોર્ટમાં દંડ ભરવા જવુ પડયું હતુ.આ કાર્યવાહી હાગામી દિવસોમા પણ શરૂ રાખવામા આવશે.તેમ ટ્રાફીક શાખા દ્વારા જણાવાયું છે.

ભાવનગર ટ્રાફીક શાખા દ્વારા િનયમ ભંગ કરનાર વાહનચાલકો ઉપર અવારનવાર દંડકીય અને આરટીઓ મેમો સહિતની કાર્યવાહી વારંવાર કરવામાં આવે છે. છતાં વાહનચાલકો િનયમભંગ કરવામાં જરાય પાછીપાની કરતા નથી.

ભાવનગર શહેરમાં સોૈ પ્રથમવાર

ચલણ બજાવ્યા પછી પણ દંડ ભરનાર પાંચ વાહન ચાલકો સામે કોર્ટ કાર્યવાહી કરાઈ

અન્ય સમાચારો પણ છે...