તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • કોર્પો.માં ફેરવવાના ઠરાવ બાદ શિક્ષણ કચેરીમાં રિનોવેશન !!

કોર્પો.માં ફેરવવાના ઠરાવ બાદ શિક્ષણ કચેરીમાં રિનોવેશન !!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 12 જૂન

મહાનગરપાલિકાસંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અણઘડ િનર્ણયોમાં માહિર હોય તેમ ત્રણે’ક મહિના પૂર્વે શિક્ષણ સમિતિ કચેરીને કોર્પોરેશનમાં ફેરવવા ઠરાવ કર્યો અને હાલમાં શિક્ષણ સમિતિ કચેરીને રિનોવેશન કરી ખોટો ખર્ચ કરી રહ્યા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખરેખર ધણીધોરી વગરની થઈ ગઈ છે શાસનાધિકારી રજા પર અને ઈન્ચાર્જ ચાર્જ લેતા નથી. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તમામ શિક્ષકોને ફરજીયાત હાજર રહેવા પણ શાસનાધિકારીની સહી સુપરવાઈઝર કરી પરિપત્ર બહાર પાડે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરીને કોર્પોરેશનના િબલ્ડીંગમાં લઈ જવા માટે સમિતિની બેઠકમાં ત્રણે’ક મહિના પૂર્વે અધ્યક્ષસ્થાનેથી ઠરાવ કરી સર્વાનુમતે બહાલી અપાઈ હતી. જેથી કોર્પોરેશનમાં સમિતિની કચેરી લઈ જવાની હોવાથી કચેરીમાં ખર્ચ નહીં કરવા પણ િનર્ણય કરાયો હતો.

તેમ છતાં હાલમાં શિક્ષણ સમિતિ કચેરીમાં િરનોવેશનનું કામ શરૂ છે. હાલમાં ચાલી રહેલા િરનોવેશનના કામ બાબતે કોઈ ટેન્ડર પ્રક્રિયા પણ કરાઈ નથી અને મંજુરી પણ લેવાઈ નથી. ત્યારે કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના િબલ્ડીંગમાં થઈ રહેલો ખર્ચ તપાસનો િવષય બની ગયો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં િરનોવેશનના ખર્ચની મંજૂરી પણ નહીં અને ટેન્ડરિંગ પણ નહીં : ભારે ચર્ચા

રેઢિયાળ | તંત્રનો ખોટો ખર્ચ તપાસનો વિષય બન્યો

અન્ય સમાચારો પણ છે...