તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરવેરા બાદ હવે વ્યવસાય વેરો રકમ ભરી છતાં જમા થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | ભાવનગર |12 જૂન

ભાવનગરમ્યુ. કોર્પોરેશનમાં ઘરવેરાના ગોટાળા માંડ માંડ સમી રહ્યા છે ત્યા વ્યવસાય વેરાનંુ લોલમલોલ બહાર આવ્યંુ છે. બાકી વેરો ભરપાઇ કરી દેવા છતા આસામીઓને લેણી રકમની નોટિસો ફટકારવામાં આવતા ભારે આર્શ્વયની લાગણી જન્મી છે. આસામીએ રકમ ભરપાઇ કરી હોવા છતા રકમ જમા થઇ નથી, તો રકમ કયાં ગઇ તે તપાસનો વિષય બન્યો છે.

મ્યુ. કોર્પોરેશન ટેકનોલોજી અપનાવી રહ્યંુ છે, પરંતુ સ્ટાફ હજુ જુની ઘરેડમાંથી બહાર આવતંુ નથી. ટેકનોલોજી છે, પરંતુ તેનો ઉપયોગ કરવામાં તંત્રવાહકો ભેજુ કામ કરતંુ હોય તેમ અોનલાઇન સુવિધાઓમાં પણ કોઇને કોઇ ક્ષતિઓ બહાર આવી રહી છે.

સૌથી ગંભીર બાબત તો છે કે, નાણાકિય બાબતોમાં પણ તંત્રની એટલી વોચ નથી. અત્યાર સુધી ઘરવેરાના ગોટાળા ચાલંુ રહ્યા, હવે થોડી રાહત છે, ત્યા હવે વ્યવસાય વેરાની ગંભીર બાબતો પ્રકાશમાં અાવી રહી છે.

તાજેતરમાં મ્યુ. તંત્રએ ફટકારેલી નોટિસોમાં લેણદારો હોય તેવા આસામીઓને પણ નોટિસો ફટકારતા ભારે ચકચાર જાગી છે. મામલે તપાસ હાથ ધરવામાં નહીં આવે તો ખાતામાં ગોટાળાઓની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહેશે, તેવી દહેશત ફેલાઇ છે. જે કામ કમ્પ્યૂટરાઇઝડ છે છતા આવા પ્રકારની ભુલ થવા પાછળનંુ કારણ શોધવંુ જોઇએ. તેમજ જવાબદારો સામે પગલા ભરવા જોઇએ.

લોલમલોલ |મ્યુ. કોર્પોરેશન તંત્રએ ફટકારી આડેધડ નોટિસો

વ્યવસાય વેરા પ્રત્યે તંત્ર બેજવાબદાર

વ્યવસાયવેરાની વસુલાત કરવામાં તંત્ર બેજવાબદાર હોય તેમ મહાનગર હોવા છતા માત્રને માત્ર 12000 વ્યવસાયકારોની નોંધણી થયેલી છે બાકીના વ્યવસાયકારો પ્રત્યે મ્યુ. તંત્રનંુ કુણંુ વલણ દાખવી રહ્યંુ છે. મ્યુ. તંત્રની કોઇ વોચ નથી, આટલા મોટા શહેરમાં વ્યવસાયકારોની સંખ્યા નહીંવત હોવા પાછળ તંત્રની નિષ્કાળજી અને બેદરકારી હોવાનંુ ચર્ચાઇ રહ્યંુ છે.

વ્યવસાય વેરાના નામે ઉઘરાણંુ ?

શહેરમાંવ્યવસાય વેરાની નોટીસો ફટકારી છે, પરંતુ તે રકમ ભરપાઇ નહીં કરનારા આસામીઓ પાસેથી તંત્ર નામે ઉઘરાણું કરાતંુ હોવાની ચર્ચા વેપારી વર્ગમાં થઇ રહી છે. મામલે કમિશનર દ્વારા તપાસ હાથ ધરવી જોઇએ, તેમજ આસામીઓએ કોર્પોરેશનમાં સિધો સંપર્ક કરવો જોઇએ જરૂર પડ્યે ઉપરીઅધિકારીને જાણ કરવી જોઇએ

શરતચૂક હશે તો તપાસ કરાવી લઇશંુ

^તાજેતરમાંતમામને નોટિસો આપી છે, જેમાં કોઇ શરતચુકથી નોટિસો નીકળી ગઇ હશે તો તે તપાસ કરાવી લઇશંુ. વ્યવસાય વેરો ભરપાઇ થઇ ગયા બાદ રકમ લેણી બોલે, છતા તપાસ કરાવીશંુ, જે હશે તે બહાર આવશે. >અરવિંદમેર, ઇન્સ્પેકટર,મ્યુ. તંત્ર

લેણા મ્યુિનસીપલ કોર્પોરેશન તંત્રમાં ભરપાઇ કરી દેવા છતા બાકી રકમો લેણી નિકળતા વ્યવસાયકારોમાં જન્મેલું ભારે આર્શ્વય

અન્ય સમાચારો પણ છે...