તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયન્સના ગેરહાજર પરીક્ષાર્થીઓ માટે વિશેષ પરીક્ષા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 9 જૂન

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.11-12 સાયન્સમાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓની ખાસ પરીક્ષા લેવામાં આવશે અને વિશેષ પરીક્ષા તા.18 જૂનથી 30 જૂન દરમિયાન લેવામાં આવશે. રાજ્યભરમાં એક માત્ર ગાંધીનગર કેન્દ્ર ખાતે પરીક્ષા લેવામાં આવશે.

પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે વિદ્યાર્થીઓએ 13 જૂન સુધીમાં બોર્ડ સમક્ષ અરજી કરવાની રહેશે.રાજ્ય સરકાર દ્વારા ધો.૧૧ અને ધો.12 સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ રદ કરવામાં આવી છે. જેથી સાયન્સમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓને પાસ થવાની તક મળી રહે તે માટે બોર્ડ દ્વારા પરીક્ષા લેવાશે. ઓક્ટોબર-2011થી માર્ચ-2017 સુધીમાં ચાર પૈકી કોઇ પણ સેમેસ્ટરમાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થી વિશેષ પરીક્ષા આપી શકશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા વિદ્યાર્થીઓએ શાળાનો પરિપત્ર તથા અરજી પત્રકનો નમુનો કે જે બોર્ડની વેબસાઈટ પર મુકાયો છે

અન્ય સમાચારો પણ છે...