તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના પટાંગણમાં વિકરાળ આગ ભભૂકી

બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના પટાંગણમાં વિકરાળ આગ ભભૂકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | ભાવનગર | 9 જૂન

શહેરનાસરદારનગર વિસ્તારમાં આવેલી બ્રહ્માકુમારી ઇશ્વરીયા વિશ્વ વિધાલયના પટાંગણમાં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા અને જોત જોતામા આગે ઉગ્ર રૂપ ધારણ કરતા આગમા ત્યા પાર્ક કરવામા આવેલી મારુતીવાન તથા ત્રણ સ્કુટર સળગી ઉઠયા હતા.તેમજ શહેરના વિકટોરીયા પાર્કથી સીદસર શો્રટ રૂટ પર આજે સાંજના સુમારે એક મારુતી ઇકો કાર ભડભડ સળગી ઉઠતા ફાયર બ્રીગ્રેડને જાણ કરાતા સ્ટાફે બન્ને ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.

બનાવ અંગેની ફાયર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબશહેરના સરદારનગરમાં આવેલ બ્રહ્માકુમારી વિશ્વ વિધાલય સંકુલમાં આજે સવારે એકા એક આગ ભભૂકી ઉઠતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લેતા અંગે ફાયર બ્રીગ્રેડને જાણ કરાતા સ્ટાફે બનાવ સ્થળે દોડી જઇ પાણીનો સતત છંટકાવ કરી આગને કાબુમા લીધી હતી.

આગમા પાર્ક કરવામા આવેલ એક મારૂતીવાન અને ત્રણ સ્કુટર સળગી ઉઠયા હતા.તેમજ વિધાલયના બિલ્ડીંગને પણ આગે લપેટમાં લેતા નુકશાન થયું હતુ.આગનુ કારણ કે નુકસાન જાણવા મળ્યુ હોવાનુ ફાયર સ્ટાફે જણાવ્યું હતું.

જયારે આગના બીજો બનાવ આજે મોડી સાંજે શહેરના વિકટોરીયા પાર્કથી સીદસર જતા શોર્ટ રૂટ પર લાભુભાઇ વલ્લભભાઇ ભાદાણીની મારૂતી ઇકો કાર નંબર જી.જે.5.સી.પી-5052 કે જે ગેસ કીટ વાળી હતી.તેમા અચાનક આગ ભભૂકી ઉઠતા અને અંગે ફાયર બ્રીગ્રેડને જાણ કરાતા કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો.અને અડધી ગાડી પાણી છાંટી આગને કાબુમા લીધી હતી.આગનુ કારણ કે નુકસાની જાણવા મળી હોવાનુ ફાયર બ્રીગ્રેડ દ્વારા જણાવાયુ હતુ.કાર ગેસ કીટ વાળી હોવાનુ ફાયર બ્રીગ્રેડ દ્વારા જણાવાયુ હતુ.

આગમાં ત્રણ સ્કુટર અને એક મારુતી વાન સળગી ઉઠયા, સીદસર રોડ પર મારૂતી ઇકો કાર ભડભડ સળગી ઉઠી

ફાયર | ભાવનગર શહેરમાં જુદી જુદી બે ઘટનાઓ

અન્ય સમાચારો પણ છે...