શેત્રૂંજી ડેમની સપાટી 18.9 ફૂટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર |14 જુલાઇ

પાક અને પીવાના પાણીના પ્રશ્ને ભાવનગર જિલ્લામાં જીવાદોરી સમાન શેત્રૂંજી ડેમમાં ગઇ કાલના અનરાધાર વરસાદથી પાણીની નોંધપાત્ર આવક થતા ભાવનગર શહેરના પીવાના પાણીનો પ્રશ્ન મહદ અંશે ઉકેલાઇ ગયો છે અને અમરેલી અને જૂનાગઢમાં ધોધમાર વરસાદથી બે દિવસમાં સૌરાષ્ટ્રના આ સૌથી વિશાળ જળાશયની સપાટીમાં એક સાથે 6 ફૂટનો જબ્બર વધારો થતા ભાવનગરમાં આનંદોત્સવ છવાયો છે. આજે રાત્રે શેત્રૂંજી ડેમની સપાટી18.9ના આંકે આંબી ગઇ હતી.

આ વર્ષે ચોમાસામાં શેત્રૂંજી ડેમની સપાટીમાં કોઇ નોંધપાત્ર વધારો ન થતા અને બીજી બાજુ અષાઢ માસ શરૂ થયો છતાં આ જળાશયમાં અતિ ધીમી ગતિએ વધારો થતા લોકો ચિંતાતૂર થઇ ગયા હતા તો ધરતીપુત્રો પાકને પાણી પ્રશ્ને ચિંતામાં હતા તે વેળાએ સમયસર જ મેઘરાજાએ મહેર વરસાવતા આખરે ગઇ કાલ મોડી રાત બાદ શેત્રૂંજી ડેમમાં પાણીની ધોધમાર આવક શરૂ થતા સપાટી મક્કમતાપૂર્વક આગળ વધી રહી છે. આજે ડેમના સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરવાસના સ્ત્રાવ ક્ષેત્રમાંથી બે દિવસમાં 6 ફૂટ પાણીની આવક થઇ

અનુસંધાન પાના નં.08

રહી છે. આથી હવે ડેમની સપાટી 18.9 ફૂટે સ્થિર થઇ છે.

ભાવનગર શહેર માટે આમ તો આ ડેમની એક ફૂટની સપાટી એક માસ સૃુધી ચાલે તેવી ગણતરી હોય છે જો કે સિંચાઇ અને અન્ય ગામોને પીવાનું પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે આમ છતાં હવે સપાટી 18.9 ફૂટ થતા ભાવનગર શહેરનો આ વર્ષેનો પાણીનો પ્રશ્ન થોડો હળવો થઇ ગયો છે તેમ કહી શકાય.

િજલ્લાના 4 જળાશયોમાં નવા નીરની અાવક
શેત્રુંજી ઉપરાંત સુખભાદર ડેમમાં િદવસ દરમિયાન 552 ક્યુસેક, માલણ ડેમમાં 377 ક્યુસેક અને રોજકી જળાશયમાં 519 ક્યુસેક ધીમી ગતિએ નવા નીરની આવક થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...