• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર સુરત ટ્રેન મુસાફરોને બોટાદમાં અઢી કલાકનો ખોટીપો

ભાવનગર-સુરત ટ્રેન મુસાફરોને બોટાદમાં અઢી કલાકનો ખોટીપો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 14 જુલાઈ

ભાવનગરથી દિલ્હી સરાય રોહિલ્લાની લીંક એક્સ્પ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રી�ઓ એ વાતે પરેશાન છે કે એમને ભાવનગરથી ઉપડ્યા પછી સુરેન્દ્રનગર ખાતે રાજકોટથી દિલ્હીની ટ્રેનની લીંક મેળવવા માટે અઢીથી ત્રણ કલાક ખોટી થવું પડે છે.

વાત એમ છે કે ભાવનગરથી ગુરુવારે સવારે 8:35 વાગ્યે પ્રસ્થાન કરનારી ભાવનગર-દિલ્હી લીંક એક્સ્પ્રેસ ટ્રેન (જે વાસ્તવમાં તો રોજ ચાલતી ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન નં. 59272 છે તે) બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગર પહોંચે છે. ત્યાર બાદ અહીંથી યાત્રીએ ઉતરીને રાજકોટથી દિલ્હીની ટ્રેન નં. 19597માં ચડવાનું હોય છે. પરંતુ મુશ્કેલી એ છે કે આ ટ્રેન અહીંથી 3:30 વાગ્યે પ્રસ્થાન કરે છે. મતલબ કે યાત્રીએ અહીં બે કલાકનો અર્થહિન ખોટીપો સહન કરવો પડે છે. બીજી તરફ, દિલ્હીથી ભાવનગર આવતી વેળા પણ સુરેન્દ્રનગરથી ભાવનગર જતી ટ્રેનની લીંક મેળવવાની રહે છે. આ વળતી ટ્રેન યાત્રીને શનિવારે સવારે 6:30 વાગ્યે સુરેન્દ્રનગર ઉતારે છે. અને તે વખતે પણ મુસાફરને પોણા ત્રણ કલાકનો અત્યંત બિનજરૂરી અને પરિણામે અસહ્ય એવો કાળઝાળ ખોટીપો સહન કરવો પડે છે અને છેક 9:15 વાગ્યે આ દિલ્હી-ટુ-ભાવનગર યાત્રીને સુરેન્દ્રનગરથી ભાવનગરની ટ્રેન નં. 59223ની લીંક મળે છે અને આખરે તે દોઢ વાગ્યે ભાવનગરના પહોંચે છે. ટુંકમાં, ભાવનગરના દિલ્હીયાત્રીને સુરેન્દ્રનગરમાં સામાન્યત: 2થી 3 કલાકનો મીનીંગલેસ ટાઇમ વેસ્ટેજ સહન કરવો પડે છે.

એ જ રીતે ભાવનગરથી દર બુધવારે સાજે 6:30 વાગ્યે ઉપડતી અને બીજે દીવસે સવારે 7:15 વાગ્યે સુરત પહોંચાડતી ભાવનગર-સૂરત વિકલી ટ્રેન ધાર્યા મુસાફરો મેળવવામાં નિષ્ફળ રહી છે. ટ્રેનને લોકપ્રિયતા નહીં મળવાનુ઼ં સૌથી મોટું કારણ છે આ ટ્રેનમાં બેસવાથી થતો સમયનો બગાડ આ ટ્રેનના 4 ડબ્બા ભાવનગરથી ધ્રાંગધ્રા ટ્રેન નં 59230 સાથે ઉપડે છે અને બોટાદ પહોંચીને ધ્રાંગધ્રા ટ્રેન આગળ આગળ વધે છે અને સુરતના ડબ્બા અઢી કલાક સુધી પડ્યા રહે છે. સમયનો ખરો બગાડ અહીં થાય છે. અઢી કલાકના વિરામ બાદ રાત્રે 10:50 વાગ્ય તેમાં મહુવાથી સાંજે 7:55 વાગ્યે ઉપડેલી સુરત ટ્રેનનં 12946 સાથે આ 4 કોચ જોડાય છે ગાડી ત્યાંથી રવાના થઈને સવારે 7:15 વાગ્યે સુરત પહોંચાડે છે.

અન્ય સમાચારો પણ છે...