• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે કો ઓર્ડીનેશન સેન્ટર ખુલ્લુ મૂકાયું

ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે કો-ઓર્ડીનેશન સેન્ટર ખુલ્લુ મૂકાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિગલ રીપોર્ટર | ભાવનગર | 9 માર્ચ

ભાવનગરજીલ્લા ન્યાયાલય ખાતે આજરોજ કો-�ઓર્ડીનેશન સેન્ટર નું પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ ના હસ્તે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.આ નવી સૂવિધાથી હવે પોલીસ તંત્ર દ્વારા સમન્સ વોરંટની બજવણીની પ્રક્રીયા એક સ્થળે થતા કોર્ટ પ્રક્રીયા ઝડપી બનશે.અને પક્ષકારોને ઝડપથી ન્યાય મળશે. સેન્ટર પર ડીવાયએસપી ડી.ડી. ચૌધરીની સીધી દેખરેખ હેઠળ 3 પોલીસ કર્મી અને એક એએસઆઇ સહિતનાે સ્ટાફ કાર્યરત રહેશે.

ભાવનગર જીલ્લા ન્યાયાલય ખાતે આજરોજ કો-�ઓર્ડીનેશન સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિતોને સ઼બોધન કરતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ જે.જે.પંડયાએ જણાવેલ કે સેન્ટર શરૂ થતા પોલીસ તંત્ર દ્વારા સમન્સ-વોરંટની બજવણીની પ્રક્રીયા એક સ્થળે થતાં કોર્ટની પ્રક્રીયા ઝડપી બનશે.અને તેના લીધે પક્ષકારોને ન્યાય ઝડપથી મળશે.

પ્રસંગે ભાવનગર વકીલ મંડળના પ્રમુખ હીરેનભાઇ જાની,ક્રીમીનલ બાર એસો.ના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ ડાભી, ડીજીપી વિનયભાઇ �ઓઝા,નલીનીબેન જાડેજા સહીતના હોદેદારો પ્રસંગીક વકતવ્યો આપ્યા હતા.

પોલીસ તંત્ર દ્વારા સમન્સ વોરંટની બજવણીની પ્રક્રિયા એક સ્થળે થતાં કોર્ટની કાર્યવાહીનું સરળીકરણ થશે

સુવિધા | જિલ્લા ન્યાયાલય ખાતે ન્યાયની પ્રક્રિયા ઝડપી થશે

અન્ય સમાચારો પણ છે...