બીજાની 5Gની દોટ, BSNLના 3Gમાં ધાંધીયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેકનોલોજી ક્ષેત્રે સર્જાયેલી ક્રાંતિના વહેતા વહેણમાં ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા 5Gની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ BSNLની સેવાઓ લંગડાઇ રહી છે.

BSNL દ્વારા લેન્ડલાઇન, મોબાઇલ, ઇન્ટરનેટ સેવાઓના વ્યાપ વધારવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેની સામે સર્વિસમાં દિન-પ્રતિદિન તંત્રનું એકદમ ઠંડુ વલણ જોવા મળી રહ્યું છે. ગ્રાહકો કંટાળીને અન્ય વિકલ્પો તરફ નજર દોડાવે તેવું વલણ બીએસએનએલ દાખવી રહ્યુ છે.

ભાવનગરમાં અપગ્રેડેશન માટે તંત્ર સજ્જ
બીએસએનએલના મોબાઇલ કવરેજ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટમાં જે કોઇ સમસ્યાઓ સર્જાઇ રહી હશે તેને દુરસ્ત કરવામાં આવશે. હાલ ભાવનગર શહેરમાં 45 નવા ટાવર ઉભા કરવામાં આવશે અને જિલ્લામાં કુલ 170 ટાવરનું અપગ્રેડેશન કરવાની અમારી યોજના છે. પી.કે.ઢોરે, જનરલ મેનેજર, ભારત સંચાર નિગમ લિમિટેડ, ભાવનગર

અભી બોલા અભી ફોક, રવિવારે ફ્રી કોલિંગ બંધ
બીએસએનએલ દ્વારા ગ્રાહકોમાં તેની ઉપયોગીતા વધારવા માટે કોશીશ કરવામાં આવી રહી હતી. તાજેતરમાં રૂપિયા 49ના ભાડામાં રાત્રે 10.30થી સવારે 6 સુધી કોઇપણ નેટવર્ક પર કોલિંગ ફ્રી અને રવિવારે આખો દિવસ કોલિંગ ફ્રીની જોગવાઇ તેમાં કરવામાં આવી હતી. ગ્રાહકો પણ સરખામણી કર્યા બાદ આ સ્કીમની સાથે જોડાઇ રહ્યા હતા. પરંતુ અચાનક બીએસએનએલ દ્વારા 49ની સ્કીમમાં રવિવારે આખો દિવસનું ફ્રી કોલિંગ બંધ કરવામાં આવ્યુ છે, અને ફક્ત રાત્રિનું કોલિંગ યથાવત રખાયુ છે.

અન્ય સમાચારો પણ છે...