તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • યુનિ.માં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ નથી થઇ ત્યાં પરીક્ષા જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ નથી થઇ ત્યાં પરીક્ષા જાહેર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 20 જુલાઇ

મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં વર્ષે હજી પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ નથી થઇ અને અોગસ્ટમાં ક્યારે કોલેજોમાં વર્ગખંડમાં અભ્યાસ શરૂ થઇ શકશે તે નક્કી નથી ત્યાં યુનિ.એ આગામી ઓક્ટોબર પરીક્ષાનું સમયપત્રક ઘડી નાખ્યુ છે અને ભણવાના હજી તો માંડ પૂરા બે માસ પણ નહીં વિત્યા હોય ત્યાં વાર્ષિક પદ્ધતિમાં પ્રથમ માસિક પરીક્ષા આવી જશે તેવો ઘાટ ઘડાયો છે.!!

એક તરફ વર્ષે યુનિ.માં સેમસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે ત્યારે હજી કોલેજોમાં સાયન્સ, કોમર્સ અને આર્ટસમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયામાં

...અનુસંધાનપાના નં.12

બીજોરાઉન્ડ માંડ થયો છે ત્યાં હજી ઓફ લાઇન પ્રવેશ ચાલુ છે અને એડમિશન કન્ફર્મ કરે અને કોલેજ કક્ષાએથી યુનિ.માં પોતપોતાની કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશને કન્ફર્મ કરવામાં આવે ત્યાં હજી બીજા 10 દિવસ તો ઓછામાં ઓછા વિતી જાય તેમ છે તેવા સંજોગોમાં યુનિ. વર્ષે આગામી તા.13 ઓક્ટોબર, 2016થી પરીક્ષા લેવાનું આયોજન ઘડ્યું છે. તો હજી કેટલીક પરીક્ષાના તો પરિણામ પણ આવવાના બાકી છે. !! વર્ષે કોલેજોમાં હજી માંડ અભ્યાસનો આરંભ થયો છે ત્યારે બી.એડ., લો અને અન્ય કોર્સમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર તેમજ અોક્ટોબરના 12 દિવસ મળી રજાના દિવસો બાદ કરો તો પૂરા બે માસ પણ નહીં થયા હોય ત્યાં પરીક્ષા આવી જશે. અભ્યાસના ગણતરીના દિવસોમાં પરીક્ષાનો કોર્સ ક્યાંથી પૂર્ણ થાય તે મુખ્ય પ્રશ્ન છે.

એજ્યુકેશન | 13 ઓક્ટોબરથી પરીક્ષા લેવાનું આયોજન ઘડાયુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો