તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારાશ િનયંત્રણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ ચેરના વૃક્ષો અંગે માહિતી અને માર્ગદર્શન અપાશે

ભાવનગર | 20 જુલાઈ

એમ.કે.બી.યુનિ.નાગુજરાત ખાતેના એક માત્ર મરિન સાયન્સ ભવન દ્વારા એક દિવસીય કાર્યશાળાનું આયોજન તા.26 જુલાઇને મંગળવારે યુનિ. કેમ્પસના કોર્ટ હોલ ખાતે કરવામાં આવ્યું છે. જેનો વિષય ઇમ્પોર્ટન્સ એન્ડ કન્ઝર્વેશન �ઓફ મેન્ગ્રુવ (ચેર) ઇકોસિસ્ટમ રહેશે.

ગુજરાતમાં કચ્છનો અખાત, સૌરાષ્ટ્રનો દરિયાકિનારો તથા ખંભાતનો અખાત સારા એવા પ્રમાણમાં ચેરના જંગલો ધરાવે છે. ગુજરાતમાં ચેરના વૃક્ષોની 15 જાતો જોવા મળે છે. જે કુલ 1,107 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. ભાવનગર જિલ્લાનો દરિયા કિનારો 152 કિલોમીટરની લંબાઇ ધરાવે છે અને અંદાને 17 ચોરસ કિલોમીટર ચેરના જંગલ પથરાયેલા છે. ભાવનગરનો સમુદ્રતટ ચેરના જંગલ માટે અત્યંત સાનુકૂળ વાતાવરણ ધરાવે છે અને ભાવનગર વન વિભાગના એક સર્વે પ્રમાણે ભારતમાં ચેરના જંગલોમાં 2400 હેકટર જેટલો વધારો થયો છે જેમાં ગુજરાતનો ફાળો 1200 હેકટર છે એટલે કે સમગ્ર ભારતમાંથી 50 ટકા અને તેમાં પણ ભાવનગરનો ફાળો 50 ટકા છે. જે 500 હેકટરથી વધુ થાય છે. કુદરતના સમૃદ્ધ વારસાના જતનના હેતુને લઇને એમ.કે.બી.યુનિ.નું ગુજરાત ખાતેનું એક માત્ર મરિન સાયન્સ ભવન એક દિવસીય કાર્યશાળાનું આયોજન તા.26 જુલાઇના રોજ યુનિ. કેમ્પસના કોર્ટ હોલ ખાતે કરી રહ્યું છે જેનો વિષય ઇમ્પોર્ટન્સ એન્ડ કન્ઝર્વેશન �ઓફ મેન્ગ્રુવ ઇકોસિસ્ટમ રહેશે.

એક દિવસીય કાર્યશાળામાં ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાંથી ચેરના જંગલોના નિષ્ણાતો આવશે અને સંશોધકોને માહિતી અને માર્ગદર્શન આપશે.

જિલ્લાની 17 ચોરસ કિ.મી. જમીનમાં ચેરના જંગલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો