તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • શહેરમાં ફુડ એક્ટ નીચે માત્ર 729 લાયસન્સ, 2200નંુ રજિસ્ટ્રેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં ફુડ એક્ટ નીચે માત્ર 729 લાયસન્સ, 2200નંુ રજિસ્ટ્રેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર | 20 જુલાઇ

ભાવનગરશહેરમાં ખાદ્ય સામગ્રીના ઉત્પાદન કે વેચાણ માટે ફુડ એક્ટ આવી રહ્યો છે જેના અંતર્ગંત હાલમાં શહેરમાં ફુડ એક્ટ નીચે માત્ર 729 લાયસન્સ અને 2200નંુ રજીસ્ટ્રેશન થયંુ છે. પરંતુ 25 દિવસ બાદ અા એક્ટ અમલી થવા જઇ રહ્યો છે, ત્યાર બાદ કોર્પોરેશનનંુ આરોગ્ય તંત્ર નિયમ ભંગ કરનાર સામે કોરડો વિંઝવાના મુડમાં છે.

કોર્પોરેશનની હદમાં કોઇ પણ પ્રકારના ખાદ્ય પદાર્થના વેચાણ, ઉત્પાદન, સંગ્રહ, વિતરણ કરતા હોય તેઓએ તેના ટર્ન ઓવરની મર્યાદામાં લાયસન્સ અથવા તો રજીસ્ટ્રેશન કરાવવંુ ફરજિયાત છે. આગામી તા.15મી ઓગષ્ટથી ખાદ્ય સુરક્ષા અને સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્યે કલમ 31 મુજબ અમલી કરવામાં આવશે. નિયમના અમલીકરણ બાદ નિયમ ભંગ કરનારાઓ સામે આકરી સજાઓ છે, જેમાં કેસ દાખલ થાય કે તુરંત જેલ અથવા તો રૂપિયા 5 લાખ સુધીનો દંડ થઇ શકે છે. આથી નિયમમાં ઉત્પાદકોએ પણ સજાગ થવંુ પડશે તેવી પરિસ્થિતિ જન્મી છે.

નિયમ શંુ કહે છે

15ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન અને લાયસન્સ માટેની તક છે ત્યાર બાદ આરોગ્ય વિભાગ ચેકિંગ કરશે. જેમાં કેસ દાખલ થશે તુરંત તે કેસ સીધો કોર્ટમાં જશે, જ્યાં સજામાં કાતો જેલમાં જવાનો વખત આવશે છે કાતો રૂપિયા 5 લાખ જેવો આકરો દંડ ભોગવવા ઉત્પાદકોએ તૈયાર રહેવંુ પડશે. હવે ગણતરીના દિવસો બાદ નિયમો લાગંુ પડવા જઇ રહ્યા છે.

કોને શંુ નિયમ લાગંુ પડે છે ?

>જે વેપારીઓનંુ વર્ષ દરમિયાન રૂ.12,00,000થી ઓછંુ ટર્ન ઓવર હોય તો તેઓએ રૂપિયા 100 ભરીને રજીસ્ટ્રેશન કરાવવંુ ફરજિયાત છે.

> ઉપરાંત જે વેપારીઓનંુ વર્ષ દરમિયાન રૂપિયા 12,00,000થી વધુ ટર્ન ઓવર હોય તો તેઓએ લાયસન્સ લેવંુ ફરજિયાત છે. લાયસન્સ અને રજીસ્ટ્રેશન માટે થોડા દિવસની હવે મુદ્દત રહેશે.

વારંવાર વિક્રેતાઓને તાકિદ કરી છે

^નિયમખુબ કડક છે, તેનાથી ઉત્પાદકોને જાણ કરીએ છીએ, જો તેનંુ પાલન નહીં થાય તો અમારા હાથની પણ વાત નથી કેમ કે, એક વખત કેસ દાખલ થશે એટલે ઉત્પાદકો પાસે જેલ અને લાખોનો દંડ બે વિકલ્પો રહેશે. >ડો.આર.કે.સિન્હા, આરોગ્યઅધિકારી, મ્યુ. કોર્પોરેશન

25 દિવસ બાદ નિયમ ભંગ થશે તો સીધા કોર્ટના હવાલે : ભાવનગરમાં હજુ અનેક રજિસ્ટ્રેશનો બાકી

કાયદાની જાળ | જેલ અથવા રૂપિયા 5 લાખનો દંડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો