તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સોમવારે જિલ્લાની 138 ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ઠપ

સોમવારે જિલ્લાની 138 ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય ઠપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર 13 જુલાઇ

ભાવનગરસહિત સમગ્ર રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા�ઓમાં ફરજ બજાવતા આચાર્યથી લઇને પટ્ટાવાળા સુધીના તમામ કર્મચારી�ઓ પોતાની સાતમા પગાર પંચના અમલ સહિતની અણઉકેલ માંગણી�ઓને લઇને તા.17 જુલાઇને સોમવારે માસ સી.એલ.મુકી દેતા એકલા ભાવનગર શહેર અને જિલ્લાની 138 અને સમગ્ર રાજ્યમાં આવેલી 5000 જેટલી ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય ઠપ રહેશે. દિવસે રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

સાતમા પગાર પંચનો અમલ, ગ્રાન્ટેડ શાળા�ઓમાં આચાર્યની ભરતી સહિતના મુદ્દે ગ્રાન્ટેડ શાળાના આચાર્યો, શિક્ષકો, બિન શૈક્ષણિક કર્મચારી�ઓ, પટ્ટાવાળા સહુ કોઇ કર્મચારી�ઓએ લડતનો આરંભ કર્યો છે જેમાં ગત સોમવારે આવેદનપત્ર અને ધરણા યોજયા બાદ હવે આગામી તા.17 જુલાઇને સોમવારે તમામ કર્મચારી�અો સામૂહિક રજા મુકી વિરોધ વ્યક્ત કરવાના હોય ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના શિરીષભાઇ જોષીએ શહેરની 33 અને સમગ્ર ભાવનગર જિલ્લાની કુલ મળી 138 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા�ઓમાં શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફને રજા રાખી એલાનને સફળ બનાવવા હાકલ કરી છે. આથી આગામી સોમવાર તા.17 જુલાઇએ શહેર અને જિલ્લાની 138 જેટલી ગ્રાન્ટેડ શાળા�ઓમાં અભ્યાસ સહિતની તમામ પ્રવૃતિ એક દિવસ માટે ઠપ થઇ જશે. ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ રામધૂનનો કાર્યક્રમ યોજાશે.

બોર્ડની પરીક્ષાની કામગીરીનો એક દિવસીય બહિષ્કાર

આજથીશરૂ થયેલ ધો.10-12ની બોર્ડની પૂરક પરીક્ષાની મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી વિદ્યાર્થી�ઓને ઝડપી પરિણામ અને કોલેજ કે શાળામાં એડમિશન મળે તે માટે મૂલ્યાંકનની કામગીરીમાં જઇ ઝડપી કામગીરી કરવાનો આદેશ સમિતિના પ્રવક્તા પંકજભાઇ પટેલ દ્વારા દ્વારા અપાયો છે જો કે 17 જુલાઇએ કામગીરીનો એક દિવસ માટે બહિષ્કાર કરાશે.

રાજ્યની 5000 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો ભરશે સામૂહિક રજા

લડત | માધ્યમિક શિક્ષકોનું આગળ ધપી રહેલું આંદોલન

અન્ય સમાચારો પણ છે...