તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશ પ્રક્રિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ 11,609 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો

એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 13 જુલાઇ

ગુજરાતનીડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં કુલ 59 હજાર જેટલી બેઠકો માટે પહેલા રાઉન્ડમાં અંદાજે 36 હજાર વિદ્યાર્થી�ઓને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી જે વિદ્યાર્થી�ઓને બેઠકો ફાળવવામાં આવી તેમને ફી ભરવા માટે ગઇ કાલ સુધીની તારીખ હતી જે પ્રમાણે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ખાલી પડેલી બેઠકોની સત્તાવાર જાહેરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા કરવામાં આવી છે અને તે મુજબ પ્રથમ અને પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ કુલ 35,025 બેઠકો ખાલી પડી છે. હવે પ્રવેશ સમિતિ દ્વારા ખાલી પડેલી બેઠકોના આધારે તા.17 જુલાઇને સોમવારથી 20મી જુલાઇ સુધીમાં બીજા રાઉન્ડ એટલે કે રિશફલિંગ પ્રક્રિયાનો આરંભ થશે.

ડિગ્રી ઇજનેરીની કુલ 59 હજાર બેઠકો માટે પ્રક્રિયા શરૂ થઇ હતી. જેમાં 36 હજાર વિદ્યાર્થી�ઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને ડોક્યુમેન્ટવેરી ફિકેશન કરાવ્યુ હતુ. જેના કારણે પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા 24 હજારથી વધારે બેઠકો ખાલી પડી હતી. જે વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન થયુ તે�ઓએ આપેલી ચોઇસના આધારે મેરિટ પ્રમાણે બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી હતી.

પ્રવેશ સમિતિ દ્વારા 36 હજાર વિદ્યાર્થી�ઓને કોલેજ ફાળવી આપવામાં આવી હતી. પરંતુ ફી ભરવાના છેલ્લા દિવસ સુધીમાં 24437 વિદ્યાર્થી�ઓએ પોતાના પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. એટલે કે અગાઉ ખાલી પડેલી 23,416 બેઠકો ઉપરાંત પહેલા રાઉન્ડ પછી વધુ 11,609 બેઠકો ખાલી પડી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા પ્રથમ અને બીજા રાઉન્ડ બાદ કુલ 35,025 બેઠકો ખાલી રહી ગઇ છે.

િડગ્રી એન્જિનિયરીંગમાં હવે આગામી તા.17 જુલાઇથી દ્વિતિય તબક્કાની એટલે કે રિશફલિંગ પ્રક્રિયાનો આરંભ થશે અને તેમાં લાયક ઉમેદવારોને ભાગ લેવા માટે એસીપીસી દ્વારા જણાવાયું છે.

ભાવનગરની સરકારી કોલેજોમાં પણ બેઠકો ખાલી

ભાવનગરનીબે સરકારી ઇજનેરી કોલેજોમાં પ્રથમ રાઉન્ડમાં એક પણ બેઠક ખાલી હતી પણ બીજા રાઉન્ડના અંતે શહેરમાં બીપીટીઆઇ નજીક વિદ્યાનગર ખાતે આવેલી સરકારી ઇજનેરી કોલેજમાં કુલ 126 બેઠકો ખાલી પડી છે. જ્યારે શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ, સીદસર ખાતે 176 બેઠકો ખાલી રહી ગઇ છે. તો સેલ્ફ ફાયનાન્સ જ્ઞાનમંજરી ઇન્સ્ટીટ્યૂટ ખાતે વધુ 73 બેઠકો ખાલી રહી ગઇ છે.

ડિગ્રી ઇજનેરીમાં 35 હજારથી વધુ બેઠકો ખાલી પડી

અન્ય સમાચારો પણ છે...