Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - જીતુ વાઘાણીના જન્મદિવસની સેવાકિય પ્રવૃત્તિ અને આરોગ્ય કેમ્પ સાથે વિશિષ્ટ રીતે ઉજવણી

જીતુ વાઘાણીના જન્મદિવસની સેવાકિય પ્રવૃત્તિ અને આરોગ્ય કેમ્પ સાથે વિશિષ્ટ રીતે ઉજવણી

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:40 AM

ભાવનગર : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના જન્મદિન નિમીત્તે આરોગ્ય કેમ્પ તેમજ વિવિધ...

  • Bhavnagar - જીતુ વાઘાણીના જન્મદિવસની સેવાકિય પ્રવૃત્તિ 
 અને આરોગ્ય કેમ્પ સાથે વિશિષ્ટ રીતે ઉજવણી
    ભાવનગર : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના જન્મદિન નિમીત્તે આરોગ્ય કેમ્પ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિ�ઓ અને કાર્યક્રમો યોજાયા હતા.

    આ નિમીત્તે મ્યુનિ.ની શાળામાં ધો. 1માં નૂતન પ્રવેશ પામેલા 1600 બાળકોને સ્કૂલ બેગ સાથે ચિત્રપોથી, કલર બોક્ષ, સ્કેલ,રબર તથા પેન્સિલ વ.ની શૈક્ષણીક કીટ તેમજ290 દિવ્યાંગ તથા 1200 અનાથ બાળકોને કપડા આપવામાં આવ્યા હતા.હાદાનગરની શાળામાં યોજાયેલા આરોગ્ય કેમ્પમાં 550 દર્દી�ઓએ નિદાન કરાવ્યુ હતુ. 950 જેટલા લાભાર્થી�ઓએ આંખની ચકાસણી કરાવી હતી.

    રેડક્રોસ સંસ્થામાં ચક્ષુદાન માટે 13, દેહદાન માટે 13 અને અંગદાન માટેના 8 સંકલ્પપત્રો ભરાયા હતા. આ કેમ્પમાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા સર ટી. હોસ્પિટલમાં રૂા 5 લાખનું ડીઝીટલ એક્ષ-રે મશીન માટે ફાળવેલ. આ વેળા સર ટી. હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ફ્રૂટનું વિતરણ, તાપીબાઇ વિકાસગૃહ, અંધ ઉદ્યોગશાળા, અંકુર મંદબુધ્ધિના બાળકો, રકતપિત્ત હોસ્પિટલ, રૂવાપરી રોડ, વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ, ઘોઘાસર્કલ, શાહ ખીમચંદ બહેરા મુંગા શાળા, નંદકુંવરબા બાલાશ્રમ સહિત સંસ્થા�ઓમાં 1600 વ્યકિત�ઓએ ભોજન લીધુ હતુ. આ કાર્યક્રમમાં સંતો, મહંતો, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર મનભા મોરી, તથા ભાજપના હોદેદારો હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending