તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોઢ વર્ષથી ધૂળ ખાતી કેન્સર હોસ્પિટલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં એક તરફ બે વરસથી તૈયાર જેવી થઇને સડી રહેલી કેન્સર હોસ્પિટલ શરૂ થવામાં બિનજરૂરી અને ગૂનાહિત વિલંબ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાવનગર સહિત સૌરાષ્ટ્રની જનતાની કરૂણતા એ છે કે આ હોસ્પિટલનો કેન્સર વોર્ડ પણ એકાદ વરસથી બંધ થઇને પડ્યો છે. હોસ્પિટલ એવું એબ્સર્ડ બહાનું મઢાવીને બેઠી છે કે કેન્સરના ડોકટર મળતા નથી.

હોસ્પિટલ તંત્ર કેન્સર હોસ્પિટલની મોડપનો ચાર્જ પીઆઇયુ માથે આસાનીથી ઢોળી શક્યું છે પરંતુ જે દોષ તંત્ર કોઇના પર ઢોળી શકે એવી સ્થિતિ જ નથી તેવી બાબત એ છે કે છેલ્લા એક વરસથી હોસ્પિટલનો કેન્સર વિભાગ પણ બંધ છે. આ વિભાગ બંધ હોવાને કારણે લોકોને સામાન્ય પ્રકારની કેન્સરની સારવાર કરાવવી હોય તો પણ ખાનગી દવાખાનામાં સારવાર કરાવવી પડે છે અથવા તો અમદાવાદ જવા મજબૂર થવું પડે છે. આ અંગે પૂછતાં સર ટી હોસ્પિટલના સુપ્રિન્ટેનડેન્ટ ડો. વિકાસ સિન્હાએ કહ્યું કે અમારે તો કેન્સર વિભાગ ચાલુ જ રાખવો છે પરંતુ કેન્સર વિભાગ માટે જરૂરી એવા રેડિયોલોજીના ડોકટર મળતા નથી.

દેશમાં તમામ સ્તરે બેકારોની ફોજ ખડી છે ત્યારે ડોકટર મળતા નથી વાળી વાહિયાત બહાનાગીરી કરવામાં પણ નહીં અચકાતું તંત્ર આગામી દિવસોમાં ભાવનગરના દર્દી�ઓની શી હાલત કરશે તે ચિતાનો વિષય બની ગયો છે. બીજી તરફ પીઆઇયુ તરફથી પણ વારંવાર એક જ જવાબ મળી રહ્યો છે કે હોસ્પિટલનું તમામ કામ પૂર્ણતાના આરે છે. આખો હાથી પસાર થઇ ગયા પછી પૂછડુ઼ં પસાર થતું ન હોય તેમ હોસ્પિટલ સેફ્ટી સિસ્ટમ વાંકે આખી હોસ્પિટલ અટકી ગઇ છે.

અમને હજી કેન્સર હોસ્પિટલનો કબ્જો મળ્યો નથી
કેન્સર વોર્ડ ચાલુ કરવા માટે અમને રેડીયોલોજીના ડોક્ટર મળતા નથી અને કેન્સર હોસ્પિટલ તૈયાર તો થઇ ગઇ છે પણ અમને હજી તેનો કબ્જો નથી મળ્યો. કબ્જો મળે પછી અમારી જવાબદારી શરૂ થાય. ત્યાં સુધી અમારે એ બાબતે કંઇ કહેવાનું રહેતું નથી. ડો. વિકાસ સિન્હા, સુપ્રીન્ટેન્ડેન્ટ, સર ટી હોસ્પિટલ,

થોડા જ દિવસોમાં હોસ્પિટલને કબ્જો આપી દેવાશે
ફાયર સેફ્ટી અંગેના નિયમોમાં પાછળથી થોડો ફેરફાર થતાં તે પ્રમાણેની ફાયર સિસ્ટ ઊભી કરવાની હોઇ તેમાં મોડું થયું હતું પરંતુ હવે સમગ્ર હોસ્પિટલ એ સિસ્ટમ પ્રમાણે તૈયાર જ છે અને થોડા જ દિવસોમાં તે હોસ્પિટલને સોંપી દેવાશે. નરેન્દ્ર કાલિયા, ડેપ્યુટી એન્જીનિયર, પીઆઇયુ, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...