તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 િદવસથી હોસ્પિટલમાં એક્સ-રે મશીન બંધ !!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર સર ટી હોસ્પિટલમાં વ્યવસ્થા અને સુવિધા મામલે છેલ્લા લાંબા સમયથી દર્દી�ઓને પડી રહેલી અગવડોમાં વારંવાર એક્સ-રે મશીન બગડવાની સમસ્યા હવે હદ વટાવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી એક્સ-રે મશીન ની જરૂરી પ્લેટો નહીં હોવાને કારણે રોજના સરેરાશ લગભગ 150થી વધુ લોકોનો બહાર ધકેલવામાં આવી રહ્યાં છે. બહાર ધકેલાઇ રહેલા મોટાભાગના દર્દી�ઓ �ઓર્થોપેડીક વિભાગના છે કેમ કે તેમને મોટાભાગે મોટી પ્લેટથી લેવાતા એક્સ-રે કઢાવવાની જરૂર પડે છે. હોસ્પિટલના દર્દી�ઓમાંથી ઉઠતી ફરિયાદો અનુસાર સર ટી હોસ્પિટલમાં ગઇ કાલે સવારથી જ નવા બિલ્ડીંગનું એક્સ-રે મશીન બગડી જતાં લગભગ 500થી વધુ લોકો રઝળી પડ્યા હતાં. સાંજે 4 વાગ્યે મશીન ચાલુ કરવાનો પ્રયત્ન થતાં તેની બેટરી ખરાબ થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. આ સાથે જ હોસ્પિટલમાં તપાસ કરતાં માલુમ પડે છે કે હોસ્પિટલમાં 10 જેટલાં એક્સ-રે મશીનો છે અને તેમાંથી 2 મશીન સાવેસાવ બંધ છે અને 5 મશીન ડચકાં ખાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...