તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનોગ્રાફી એટલે ગંભીર દર્દીઓની હાડમારીનો ગ્રાફ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર તા.28 જૂન સરટી હોસ્પિટલમાં સોનોગ્રાફીની સુવિધા તો છે પરંતુ ત્યાં દર્દી�ઓને હાડમારીની લાઈનમાં બેસવું ફરજીયાત છે સોનોગ્રાફી મશીન છેલ્લા અઢી-ત્રણ માસથી બંધ હતું જેને કારણે ગરીબ દર્દી�ઓને ખાનગી લેબ અથવા હોસ્પિટલમાં સોનોગ્રાફી કરવા માટે જવું પડતું હતું. સામાન્ય રીતે સર ટી.હોસ્પિટલમાં મોટાભાગે સારવાર નિદાન માટે આર્થિક રીતે નબળા વર્ગના લોકો જ આવે છે અને આવા ગરીબ દર્દી�ઓને મોટા ખર્ચ કરી ખાનગી લેબમાં સોનોગ્રાફી માટે જવું પડતું હતું અંતે સ્ટાફની રજૂઆત બાદ થોડા સમય પૂર્વે જ નવ સોનોગ્રાફી મશીનની સુવિધા તો આપી પરંતુ હજુ તેનો એન્જિનિયર સમજાવવા માટે પણ આવ્યો નથી. હજારો દર્દી�ઓ વચ્ચે હાલમાં માત્ર એક જ સોનોગ્રાફી મશીન છે જેથી દર્દી�ઓને કલાકોના કલાકો સોનોગ્રાફી કરાવવા માટે રાહ જોવી પડે છે દર્દના માર્યા કણસતા દર્દી�ઓ વ્હીલચેર, સ્ટ્રેચર�ઓસરીમાં બેસી પોતાનો વારો આવે તેની રાહ જોતા હોય છે માટે સોનોગ્રાફી માટે વધુ સુવિધા વધારવી અતિ આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...