તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સરકારની ગરીબ વિરોધી નીતિ બ્લડમાં 5 ગણા વધારાનો આગ્રહ

સરકારની ગરીબ વિરોધી નીતિ બ્લડમાં 5 ગણા વધારાનો આગ્રહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર સર ટી હોસ્પિટલ ની બ્લડ બેંકમાંથી ખૂબ જ રાહત ભાવે દર્દી�”ને બ્લડ સરળતાથી મળી રહે છે પ્રજાની સેવા માટે ઉભી કરાયેલી બ્લડ બેંકમાં પણ સરકારને કોમર્શિયલ યુનિટ બનાવવું હોય તેમ હાલમાં જે બ્લડ યુનિટ રૂ 200 થી 250 લેવામાં આવે છે તે પાંચ ગણા વધારા સાથે 1050 લેવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગનું સતત દબાણ થઈ રહ્યું છે.

સર ટી હોસ્પિટલની બ્લડબેંકની સુવિધાને કારણે તેનો વિસ્તાર વધી ભાવનગર સરટી હોસ્પિટલ ઉપરાંત પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ, સિહોર, સરકારી દવાખાનુ, રેલવે હોસ્પિટલ અને ટીબીની િનર્દોષાનંદજી હોસ્પિટલમાં પણ દર્દી�ઓને આપવામાં આવે છે જેને કારણે પણ આવકારદાયક ધસારો રહે છે વર્ષ 2007માં 4602 યુિનટ બ્લડ કનેકશન થતું હતું તે વર્ષ 2017માં 19036 યુિનટ બ્લડ મળ્યું હતું. હાલમાં એક યુનિટ બ્લડના જે રૂપિયા 200 થી 250 લેવામાં આવે છે અને એ રક્તદાતા�ઓ પાસેથી મળી રહેતા બ્લડ ને કારણે બ્લડ બેન્ક નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલે છે

પરંતુ રાજ્ય સરકારને ગરીબ દર્દી�ઓ પર પણ ભાવવધારો ઝીંકવો હોય તેમ 200 થી 250ના 1050 કરવા માટે આરોગ્ય વિભાગમાંથી પ્રયત્નો અને દબાણ કરવામાં આવી રહ્યું છે જેની સામે રોગી કલ્યાણ સમિતિ અને રક્તદાતા�ઓની પણ નારાજગી છે જો આવો ભાવ વધારો થશે તો રક્તદાન કેમ્પ પણ નહીં કરવા આયોજકે ચિમકી આપી છે આવી પરિસ્થિતિમાં ભાવનગર ના સામાજિક રાજકીય આગેવાનો ધારાસભ્યો મંત્રી સહિતના સરકારમાંથી ભાવવધારો નહિ કરી હાલના દર યથાવત રાખવાનો હુકમ કરાવે તો ગરીબ દર્દી�ઓને બ્લડ ના ભાવ વધારાની ઉપાધિમાંથી મુક્તિ મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...