તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેધર રિપોર્ટર | ભાવનગર | 27 જૂન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર | 27 જૂન

ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 4 દિવસમાં માત્ર હળવા ભારે ઝાપટા જ વરસતા જોઇએ તેવો વરસાદ વરસ્યો નથી. આજે તો શહેરમાં સૂર્યનારાયણ પૂર્ણપણે ખિલ્યા હતા. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં સરેરાશ 17 મી.મી. એટલે કે પોણો ઇંચ વરસાદ વરસી ગયો છે. મહુવામાં આ સિઝનનો કુલ વરસાદ 61 મી.મી. થયો છે. જ્યારે જેસરમાં સૌથી �ઓછો માત્ર 1 મી.મી. જ વરસાદ વરસ્યો છે.

શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસુ જોઇએ તેવું જામ્યું નથી. છેલ્લા ચાર દિવસથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે માત્ર ઝરમર ઝાપટા વરસી રહ્યાં છે. આજે તો ભાવનગર શહેરમાં વાદળો પણ દુર થઇ જતા સૂર્યનારાયણ ખિલ્યા હતા. દર વર્ષે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જિલ્લામાં બે ઇંચ જેવો સરેરાશ વરસાદ વરસી જતો હોય છે. પણ આ વર્ષે એવરેજ વરસાદ માત્ર 17 મી.મી. જ થતા સૌ કોઇ આ વરસે વરસાદ બાબતે ચિંતિત થયા છે. જિલ્લામાં વરસાદની વાર્ષિક સરેરાશ 606 મી.મી. એટલે કે 24.24 ઇંચની છે તેની સામે અત્યાર સુધીમાં આ વર્ષે 17 મી.મી.વરસાદ વરસતા જિલ્લામાં 2.82 ટકા વરસાદ વરસ્યો છે.

અન્ય સમાચારો પણ છે...